એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા કરોડપતિ સેલિબ્રિટી કપલ નયનતારા અને વિગ્નેશ શિવન, શેર કરી રોમેન્ટિક તસવીરો

હેન્ડસમ પતિએ નયનતારા સાથે થાઇલેન્ડથી શેર કરી હનીમુનની રોમેન્ટિક તસવીરો, કેમેસ્ટ્રીના કાયલ થઇ રહ્યા છે ચાહકો

સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક નયનતારા અને વિગ્નેશ શિવને થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા અને હવે બંને થાઈલેન્ડમાં તેમનું હનીમુન મનાવી રહ્યા છે. નયનતારા અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવને 9 જૂન, 2022ના રોજ લગ્ન કર્યા હતા. વિગ્નેશ શિવન પત્ની નયનતારા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતો રહે છે. હાલમાં જ વિગ્નેશ શિવને નયનતારા સાથેની થાઇલેન્ડ હનીમુનથી કેટલીક તસવીર શેર કરી છે. આ ફોટોમાં બંને રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે.

ફોટો શેર કરતી વખતે, વિગ્નેશ કેપ્શનમાં ઘણા કિસ, હાર્ટ અને લવસ્ટ્રક ઇમોજી બનાવ્યા છે. વિગ્નેશ શિવન સતત સોશિયલ મીડિયા પર નયનતારા સાથેની તસવીરો શેર કરી રહ્યો છે. 9 જૂનના રોજ આ કપલ મહાબલીપુરમમાં લગ્નના બંધનમાં બંધાયુ હતુ. વિગ્નેશ શિવન અને નયનતારાના નજીકના મિત્રો અને પરિવારજનો આ ભવ્ય લગ્નમાં સામેલ થયા હતા. નયનતારા અને વિગ્નેશ છ-સાત વર્ષના લાંબા સંબંધ પછી લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેના લગ્નમાં શાહરૂખ ખાન અને રજનીકાંત સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. આ પછી બંને દર્શન માટે તિરુપતિ પહોંચ્યા હતા. અહીંથી પણ બંનેના ઘણા ફોટા વાયરલ થયા હતા. નયનતારાના બ્રાઈડલ લુકની પણ ખૂબ ચર્ચા થઈ હતી. નયનતારાએ સુંદર લીલા રંગની કુંદન જ્વેલરી સાથે રેડ આઉટફિટ કેરી કર્યો હતો. બ્રાઈડલ લૂકમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને હવે હનીમૂનની તસવીરમાં પણ તેની સુંદરતાનો જવાબ નથી.

વિગ્નેશે શેર કરેલી તસવીરોની વાત કરીએ તો, વિગ્નેશ બ્લેક ટી-શર્ટમાં કેઝ્યુઅલ વાઇબ્સ આપી રહ્યો છે, જ્યારે નયનતારા યલો ડ્રેસમાં હંમેશની જેમ અદભૂત લાગી રહી છે. ત્યાં બીજા ફોટોમાં વિગ્નેશ બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે નયનતારા બ્લુ ડેનિમ જીન્સ સાથે બ્લેક ટોપ અને જેકેટમાં સુંદર લાગી રહી છે. આ તસવીરો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પહેલા પણ વિગ્નેશે તેની હનીમૂન ટ્રીપની તસવીરો શેર કરી હતી. તસ્વીરોમાં નયનથારા અને વિગ્નેશ શિવન રોમેન્ટિક મોમેન્ટ કરતા જોઈ શકાય છે. નયનતારા યલો ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે વિગ્નેશ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને થાઈલેન્ડની તેમની હનીમૂન તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

Shah Jina