વિદ્યા બાલને ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધી સાથે આપ્યા કિસિંગ સીન્સ, હોંશ ઉડી જશે જોઈને, જુઓ

વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, ઇલિયાના ડીક્રૂઝ અને સેંથિલ રામમૂર્તિની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મનું નિર્દેશન શિર્ષા ગુહા ઠાકુરતાએ કર્યુ છે. ફિલ્મની વાર્તા ડેન્ટિસ્ટ કાવ્યા ગણેશન (વિદ્યા બાલન) અને તેના બિઝનેસમેન પતિ અનિરુદ્ધ બેનર્જી (પ્રતિક ગાંધી)ના લગ્ન જીવન પર છે. બંનેના લગ્નને 12 વર્ષ થયા છે, બંને પોતાના લગ્નજીવનમાં ખુશ નથી અને એકબીજાથી અલગ રહે છે.

એક તરફ કાવ્યા વિક્રમ (સેંથિલ રામમૂર્તિ) સાથે રિલેશનશિપમાં છે તો બીજી તરફ અનિરુદ્ધ નોરા (ઇલિયાના ડીક્રુઝ) સાથે રિલેશનશિપમાં છે. બંને પોતાની ખુશીને વધુ મહત્વ આપે છે. કાવ્યા અને અનિરુદ્ધ લાંબા સમય પછી ફરી મળે છે અને આ પછી શું તેઓ તેમના લગ્ન જીવનને નવી તક આપે છે કે નહિ એના માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. પણ તમને જણાવી દઇએ કે, ફિલ્મની સ્ટોરી એકદમ રિફ્રેશિંગ છે.

વિદ્યા અને પ્રતિકે ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી લોકોના દિલ જીતી રહી છે. જો કે, ક્યાંક અંશે ઇલિયાના ડીક્રુઝ પણ લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે વિદ્યા બાલને લાંબા સમય બાદ રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરી છે. કાવ્યાની મનોદશા, દુવિધા, ચુલબુલેપન અને દ્વંદ્ધને વિદ્યાએ ઉચિત ભાવ સાથે જીવ્યા છે. સ્કેમ 1992 ફેમ એક્ટર પ્રતીક ગાંધીએ સાબિત કરી દીધુ કે તે દરેક ભૂમિકાને સરળતાથી સ્વીકારી શકે છે.

બંનેનો હોટલમાં બિન તેરે સનમ (ફિલ્મ યારા દિલદારા) પર એકસાથે ડાન્સ, આ દ્રશ્ય મનમોહક છે. વિક્રમ બનેલ સેંથિલનું પાત્ર ખૂબ જ શાંત છે. ઘણી વખત તે વાતચીત કર્યા વિના તેની લાગણીઓ વ્યક્ત કરે છે. હિન્દીને તોડી મરોડીને બોલવાવાળા તેના કેટલાક વન-લાઇનર્સ ચહેરા પર મુસ્કાન લાવે છે. ફિલ્મમાં ઇલિયાના સુંદર લાગે છે, પરંતુ તેનું પાત્ર લેખન થોડુ નબળું છે. જો કે આ ફિલ્મમાં વિદ્યા અને પ્રતિકની કેમેસ્ટ્રી એકદમ સિઝલિંગ જોવા મળી રહી છે.

Shah Jina