ગુજરાતમાં ગણપતિના પંડાલમાં આવી બાર ડાન્સરો, ભોજપુરી ગીતો ઉપર ઠુમકા લગાવવાનો વીડિયો થયો વાયરલ

હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે, ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિના પંડાલમાં રોજ રાત્રે નાચ-ગાન અને ગરબા થતા પણ જોવા મળે છે. પરંતુ આજના સમયમાં આ ઉત્સવની અંદર ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે તે જોઈને પણ શરમ આવી જાય.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં યુપી અને બિહારથી આવેલી બે બાર ડાન્સરો ગણેશજીના પંડાલમાં ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને લઈને લોકોમાં પણ ખાંસી નારાજગી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો વલસાડના  પારડી GIDCની બાજુમાં આવેલી ઈશ્વર નગર સોસાયટીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવના છે. જ્યાં સાત દિવસ સુધી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવાનું સોસાયટીના આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેની અંદર યુપી અને બિહારથી બાર ડાન્સરોને ઠુમકા લગાવવા માટે બોલાવવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોના આધારે પારડી પોલીસ મથકના પીએસઆઈ કે એમ બેરિયાની ટીમ ઈશ્વર નગર સોસાયટીમાં આવી પહોંચી હતી. જેના બાદ ગણેશ ઉત્સવમાં ડાન્સ કરતી બે યુવતીઓ તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 4 આયોજક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ગણેશ પંડાલમાં પહોંચીને લાઉડ સ્પિકર, માઇક એમ્પ્લી ફાયર વગરે સાધન સામગ્રી કબ્જે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે જાહેર કાર્યક્રમોની પરવાનગી ન હોવા છતા પણ આ પ્રમાણે કાર્યક્રમ યોજતા અને કોરોના ગાઈડલાઈનનો પણ ભંગ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Niraj Patel