90ના દાયકામાં આ વસ્તુઓ બાળકોના દિલ પર રાજ કરતી હતી, વીડિયો જોઈને તમે પણ જૂની યાદોમાં ખોવાઈ જશો.. જુઓ

આ વીડિયો જોઈને તમે પણ તમારા બાળપણમાં પાછા પહોંચી જશો, જુઓ 90ના દશકની કેટલીક ખાસ યાદગીરીઓ, વાયરલ થયો વીડિયો

Video Of 90s Old Hit Toys : આજે જમાનો ખુબ જ બદલાઈ ગયો છે અને આજના આધુનિક યુગમાં આપણા બાળપણની ઘણી બધી વસ્તુઓ પણ વિસરાઈ ગઈ છે. જે લોકો 90ના દાયકાની આસપાસ જન્મ્યા હશે તેમને ઘણી એવી વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો હશે જે આજે નામશેષ થવા જઈ રહી છે. 90નું દશક માત્ર શાનદાર ફિલ્મો અને સુંદર ગીતોને કારણે ખાસ ન હતું. આજના હાઇટેક રમકડાંથી વિપરીત, તે સમયે બાળકો વિવિધ પ્રકારના રમકડાં સાથે રમતા હતા જે હવે ટ્રેન્ડમાં નથી. પરંતુ તે સમયે, બાળકોનું જીવન તે રમકડાંમાં રહેતું હતું.

90ના દાયકાની યાદો :

સોશિયલ મીડિયા પર 90ના દાયકાના રમકડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે 90 ના દાયકાના તે રમકડાં જોશો જેની સાથે તમે તમારા બાળપણમાં રમ્યા હશે. તમે લકી સ્પિનર, માર્બલ વોટર ગેમ, વેમ્પાયર વોટર ટીથ, બાઉન્સિંગ બોલ, ગુરુ ચેલા અને સ્લેમ બુક સહિત ઘણી વસ્તુઓ જોશો. આ રમકડાં જોઈને તમે પણ કહેશો કે આપણું બાળપણ ક્યાં ગયું?  આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @old_memories1510 પર શેર કરવામાં આવ્યો છે.

લાખો લોકોએ જોયો વીડિયો :

થોડા દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 35 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ વીડિયો કેટલો વાયરલ થઈ રહ્યો છે અને લાઈક થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું છે – ગોટિયાને જોયા પછી મને મારું બાળપણ યાદ આવ્યું. અન્ય એક વ્યક્તિએ લખ્યું- સ્ક્રીન, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે અમારા બાળકોનું બાળપણ ખાઈ લીધું છે.

યુઝર્સે કરી કોમેન્ટ :

ત્રીજા યુઝરે લખ્યું છે – આ બાળપણનો એક અલગ ભ્રમ હતો. એક વ્યક્તિએ લખ્યું છે – કેવા દિવસો હતા. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે – મારી પાસે આ બધા રમકડાં હતાં. ઘણા યુઝર્સે લખ્યું છે કે આ બધું જોયા પછી તેમને તેમનું બાળપણ પણ યાદ આવી ગયું છે. આ ઉપરાંત ઘણા લોકો પણ આ વીડિયોને જોઈને પોતાના બાળપણમાં પાછા ફરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Old Memories (@old_memories1510)

Niraj Patel