માતાને 62 વાર ચપ્પાથી મારી પછી હૃદય, કિડની અને આંતરડાંને નીકાળીને તેના પર મીઠું નાખીને ખાધુ, પૂરી કહાની સાંભળી જજ પણ દંગ રહી ગયા

ભારતના સૌથી મોટા દરિંદાને કોર્ટે શું સજા આપી? જાણો

વર્ષ 2017માં પોતાની માતાની નિર્મમ હત્યા કરી હૃદય, કિડની અને આંતરડાંને નીકાળીને તેના ખાનાર આરોપી દીકરાને સ્થાનીય કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યુ કે, તેમણે આજ સુધી આવો કોઇ મામલો જોયો નથી. આરોપીને સખ્ત સજા મળવી જોઇએ, આરોપી 35 વર્ષનો છે અને તે આ ઘટના બાદથી જ જેલમાં બંધ છે.

કોલ્હાપુરના મક્કડવાલા વસાહતમાં 28 ઓગસ્ટ 2017ના રોજ આ ઘટનાને અંજામ આપવામા આવી હતી. પોલિસ ચાર્જશીટ અનુસાર, આરોપીએ 62 વાર તેની માતાને ચપ્પાથી મારી. વૃદ્ધ મહિલાનું શવ અલગ અલગ ભાગોમાં મળ્યુ હતુ. શરીરના અલગ અલગ ભાગો પર મીઠુ અને મરચુ લાગેલુ હતુ.

પોલિસે જયારે આરોપીને પકડ્યો હતો તેના મોંઢાથી લોહી વહી રહ્યુ હતુ. પોલિસ અનુસાર, તેણે તેની માતાના કેટલાક ભાગોને ખાધા છે. આરોપીએ માતાના અંગ ખાવાની વાતને કબૂલ કરી છે.

તપાસમાં સામે આવ્યુ કે, આરોપી સુનીલે દારૂ પીવા માટે માતા પાસે પૈસા માંગ્યા હતા. માતાએ દારૂ માટે પૈસા આપવાની ના કહી દીધી હતી. આ વાત સુનીલને એટલી ખરાબ લાગી કે તેણે તેની માતાની નિર્મમ રીતે હત્યા કરી દીધી.

પ્રતિકાત્મક તસવીર

હત્યા બાદ સુનીલે માતા શરીરના જમણી બાજુના ભાગને ચીરી દીધુ અને તે બાદ હૃદય, કિડની અને આંતરડાંને નીકાળીને અલગ રાખી દીધુ પછી તેમાં મરચુ મીઠુ નાખી તેને ખાવા લાગ્યો. આ કેસમાં 12 લોકોએ ગવાહી આપી હતી. આરોપીના સંબંધી અને પડોશીઓએ કોર્ટ સામે પૂરી ઘટનાની કહાની જણાવી હતી. બધાએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે દારૂ પીધા બાદ આરોપી કંટ્રોલમાં રહેતો ન હતો.

Shah Jina