વેરાવળમાં ડોક્ટરે યુવકના પેટમાંથી કાઢી એવી એવી વસ્તુઓ કે જાણીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

વેરાવળમાં પેટમાં અસહ્ય દુખાવો થતા જ ડોકટરે ઓપરેશન કરતા એવું કાઢ્યું કે હોંશ ઉડી જશે જાણીને, 2 કલાકની મહેનત લાગી

ડોક્ટર ભગવાનનું બીજું રૂપ હોય છે તેમ કહેવામાં આવે છે. ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં ડોકટરે ભગવાન બનીને દર્દીનો જીવ બચાવ્યો હોય. ત્યારે હાલ એવી જ એક ઘટના વેરાવળમાંથી સામે આવી છે, જેમાં એક માનસિક અસ્વસ્થ યુવકનો જીવ ડોકટરે બચાવ્યો છે. તેના પેટમાંથી ઓપરેશન કરતા એવી એવી વસ્તુઓ મળી આવી જેને જોઈને ડોકટરો પણ હેરાન રહી ગયા હતા.

આ કિસ્સો સામે આવ્યો છે વેરાવળ તાલુકાના મલોંઢા ગામમાંથી, જ્યાં રહેતા એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો સારવાર માટે જૂનગાઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સીટી  રિપોર્ટ કરતા જઠર અને આંતરડામાં કાણું હોવાનું સામે આવતા તેને તાત્કાલિક ઓપરેશન માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ જયારે ઓપરેશન કર્યું અને અંદરથી જે નીકળ્યું તેને જોઈને ખુદ ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા.

માનસિક અસ્વસ્થ યુવકના પેટમાંથી 62 લાકડાની સળી, 2 મહેંદીના કોન અને 15 પ્લાસ્ટીકની સ્ટ્રો બહાર કાઢવામાં આવી હતી. જૂનગાઢ સિવિલ હોસ્પિટલના ડોકટર અને તમેની ટીમે સતત 2 કલાક સુધી ઓપરેશનમાં મહેનત કરી અને આ યુવકનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. આ યુવકની સર્જરી બાદ તે સ્વસ્થ થઇ જતા તેને રજા પણ આપી દેવામાં આવી હતી.

આ મામલે મીડિયા સાથે વાત કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એમ.એસ. સર્જન ડો.મિનેષ સિંધલે જણાવ્યું હતું કે, 24 જુલાઈના રોજ વેરાવળ તાલુકાના મલોંઢા ગામેથી 40 વર્ષીય અરજણભાઇ ભીખાભાઇ ચાંડપાને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. યુવાન માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર કરવી કઠીન હતી. પરંતુ તેની સાથે આવેલા સગાને સમજાવી યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરવામાં આવ્યો હતો.

Niraj Patel