રસ્તાની અંદર વહેતા ગંદા પાણીમાં કોથમીર ધોઈને લોકોને વેચી રહ્યો હતો આ વ્યક્તિ, કોઈએ બનાવી લીધો વીડિયો, જુઓ શું થયું પછી

સોશિયલ મીડિયાની અંદર ખાણીપીણીને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં એમ પણ જોવા મળે છે કે ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી હોય, ત્યારે આવા વીડિયોને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રસ્તા ઉપર વહેતા ગંદા પાણીમાં કોથમીર ધોઈ અને વેચી રહ્યો છે.

આ વીડિયો સામે આવ્યો છે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો. જ્યાં શાકભાજી વેચવા વાળો ગટરના પાણીથી ધાણા ધોઈ અને વેચતો હતો, આ વ્યક્તિનો વીડિયો કોઈએ બનાવી અને કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

વીડિયો બનાવવા વાળો શાક વેચવા વાળાને કહી રહ્યો છે કે જો તેને આ વીડિયો કોઈને બતાવી દીધો તેનું શાક કોઈ ખરીદશે નહિ. આ કહેવા છતાં પણ શાકભાજી વાળાને કોઈ ફર્ક પડતો નથી. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ ગયો. તો ભોપાલ જિલ્લા પ્રસાશનના પણ ધ્યાનમાં આવ્યો.


જેની તરત બાદ શાકભાજી વેચી રહેલા તે વ્યક્તિ વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો. આ વીડિયોને જિલ્લા કલેકટર અવિનાશ લવાણીયા દ્વારા તેમના ટ્વીટર ઉપર શેર કર્યા બાદ કાર્યવાહી પણ કરવામાં આવી. વીડિયોની અંદર દેખાઈ રહેલા વ્યક્તિની ઓળખ ધર્મેન્દ્રના રૂપમાં કરવામાં આવી.  જેના બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

Niraj Patel