ઘરમાં પ્લાન્ટ્સ લગાવતા સમયે આ 5 વસ્તુનું રાખો ધ્યાન, નહીંતર જીવન થઈ જશે ખેદાન મેદાન, જુઓ

વાસ્તુમાં આ છોડને ઉત્તર દિશા માટે માનવામાં આવે છે ખૂબ જ શુભ, લગાવતા જ ખુશીઓ આપે છે દસ્તક

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે, બધી દિશાનું પોતાનું અલગ મહત્વ છે. આજે અમે તમને જણાવીશું ઉત્તર દિશામાં કયા છોડને રાખવા તમારા અને તમારા પરિવાર માટે શુભ સાબિત થશે. ઘરમાં છોડ લગાવવાથી ના માત્ર ઘરની ખૂબસુરતી વધે છે પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. પરંતુ કોઇ પણ પ્લાન્ટ કોઇ પણ જગ્યા પર નથી રાખવામાં આવતો.

વાસ્તુમાં બધી દિશા માટે કેટલાક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જો ઘરની સાચી દિશામાં લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરની ઉત્તર દિશામાં કુબેર દેવનો વાસ માનવામાં આવે છે, સાથે જ આ બુધની દિશા પણ કહેવાય છે. આ દિશાને જ્ઞાન અને બુદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. આ દિશામાં કેટલીક વસ્તુઓને રાખવી વ્યક્તિની તરક્કીના રસ્તા ખોલે છે. આ દિશામાં પ્લાન્ટ્સ રાખવા સારા માનવામાં આવે છે.

વાસ્તુ જાણકારો અનુસાર, જો તમે ઘરની આ દિશામાં પ્લાન્ટ્સ રાખવાનું વિચારી રહ્યા છો તો અહીં ખુશ્બુદાર પ્લાન્ટ્સ રાખવા ફાયદેમંદ છે. આ પ્લાન્ટ્સથી હળવી ખુશ્બુ નીકળે છે અને પરિવારના લોકોને પણ સારુ ફીલ થાય છે. આ રીતના પ્લાન્ટ્સ ઘરની ઉત્તર દિશાને વધુ પોઝિટિવ બનાવે છે. ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવો ઘણો સારો માનવામાં આવે છે.

માન્યતા છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો અને જે પણ પ્રયાસ કરવામાં આવે તે સફળ થવાની સંભાવના વધી જાય છે. વાસ્તુમાં મની પ્લાન્ટની જેમ જેડ પ્લાન્ટને પણ ઘણો શુભ માનવામાં આવે છે. આને ધન આકર્ષિત કરનાર છોડ કે કુબેરની કૃપા પ્રદાન કરનાર છોડ પણ કહેવામાં આવે છે. આ પ્લાન્ટને રાખવાનો એક ફાયદો એ પણ છે કે તેની વધારે કેર કરવાની જરૂર નથી પડતી.

ઘરની ઉત્તર દિશામાં પતલી પત્તિના છોડને રાખવો પણ લાભદાયી ગણાય છે. આ રીતના છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. આ રીતના પ્લાન્ટ ઘરની અંદર રાખવાથી વ્યક્તિને શાંતિ મળે છે. ઘરની ઉત્તર દિશામાં માત્ર ઘરની અંદર જ નહિ પરંતુ બહાર પણ આ છોડને લગાવી શકાય છે. કેટલાક છોડ આ દિશાને બુસ્ટ કરે છે, આ જગ્યા પર એરિકેરિયા કે એરિકા પામ રાખી શકાય છે. આ છોડને લગાવતા સમયે ધ્યાન રાખવું કે તેને ઘર બહાર ઘણા ભારે પ્લાન્ટમાં ન લગાવવા.

(Disclaimer: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતા અને જાણકારી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

Shah Jina