લગ્નના સ્ટેજ પર ઉભા રહીને વરરાજા ગયો કન્યાને વરમાળા પહેરાવવા, કન્યા ઉભા ઉભા જ પાછળની તરફ એટલી બધી ઝૂકી ગઈ કે જોનારના હોંશ ઉડી ગયા, જુઓ વીડિયો

વરમાળા દરમિયાન એટલુ બધું ઝૂકી ગઈ કન્યા કે વરરાજા પણ શરમથી થઇ ગયો પાણી પાણી..લોકોએ કહ્યું,”યોગ કરે છે કે શું?” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં તમે લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા જોયા હશે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે જે ચર્ચાનો વિષય પણ બની જતી હોય છે. ઘણીવાર સ્ટેજ પર લગ્નની વિધિ દરમિયાન વર કન્યા એવી હરકત કરે છે જેને જોઈને લગ્નમાં હાજર મહેમાનો પણ દંગ રહી જતા હોય છે.

ત્યારે હાલ એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કન્યા વરમાળા દરમિયાન એવું કંઈક કરે છે જેને જોઈને લગ્નમાં હાજર મહેમાનો સાથે વીડિયો જોનારાની આંખો પણ ચાર થઇ જાય છે અને એટલે જ આ વીડિયોને લોકો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. લગ્નને ખાસ બનાવવા માટે દરેક વર કન્યા કંઈક ખાસ વિચારતા હોય છે આ કન્યાએ પણ એમ જ કર્યું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરમાળા માટે કન્યા અને વરરાજા સ્ટેજ પર ઉભા છે. સૌ પ્રથમ કન્યા વરરાજાને વરમાળા પહેરાવે છે અને વરરાજા પણ શાંતિથી કન્યાના હાથથી વરમાળા ધારણ કરી લે છે. જેના બાદ કન્યાની વારી આવી છે અને હવે વરરાજા હાથમાં માળા લઈને કન્યાના ગળામાં પહેરાવવા માટે જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Prachi (@prachitomar2207)

જેવો જ વરરાજા કન્યાના ગળામાં વરમાળા પહેરાવવા માટે પોતાના હાથ એ કન્યા તરફ લઇ જાય છે કન્યા ઉભા ઉભા જ કમરમાંથી પાછળની તરફ વાંકી વળે છે.આ જોઈને વરરાજા પણ હેરાન રહી જાય છે, સાથે જ લગ્નમાં હાજર મહેમાનોની આંખો પણ ચાર થઇ જાય છે. વીડિયો વાયરલ થતા જ લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બન્યા અને ઘણા લોકોએ કન્યાની ફિટનેસના વખાણ કર્યા તો ઘણા લોકોએ યોગાનો કમાલ પણ કહ્યું.

Niraj Patel