ચારધામ યાત્રાએ ગયેલ ગુજરાતી યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાને કારણે થયુ મોત, પરિવારમાં શોકનો માહોલ

કેદારનાથની ઊંડી ખીણમાં પડતા જ વલસાડના 32 વર્ષના ધનેશનું થયું દર્દનાક મૃત્યુ, અંતિમક્રિયા વિશે જાણીને ચોંકી ઉઠશો

ઘણીવાર અકસ્માતે દુર્ઘટના થવાના સમાચાર સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ કારણસર કેટલાક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાની આંખમાં આંસુ લાવી દીધા છે. એક ગુજરાતી યુવક જે ચારધામ યાત્રાએ ગયો હતો તેનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નિપજ્યુ છે. વલસાડના પારડીનો આ યુવક કેદારનાથ જતા માર્ગે ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયો હતો. તે ભકતોના ગ્રૂપ સાથે ચારધામ યાત્રાએ ગયો હતો. જો કે, તેની અંતિમક્રિયા પણ ત્યાં જ કરવાની ફરજ પડી હતી.

પારડીના કલસર સહિત 40 ભક્તોનુ ગ્રુપ ચારધામ યાત્રાએ ગયુ હતુ અને હરિદ્વાર બાદ ઉત્તરાખંડના કેદારનાથમં કલસરનો 32 વર્ષિય યુવક ઊંડી ખીણમાં પડી ગયો હતો, આ ઘટનાને લઇને દોડધામ પણ મચી જવા પામી હતી. ત્યારે આ યુવકની શોધખોળ ઉત્તરાખંડ પોલિસે કરી હતી અને તેની લાશને યાત્રાળુઓને સોંપી હતી. જો કે, મૃતક યુવકની અંતિમક્રિયા પણ કેદારનાથમાં જ થઇ હતી. કલસરના સડક ફળિયામાં રહેતો ધનિષ કોઇ કારણસર પડ્યો હતો અને આ દરમિયાન તેને માથામાં ઇજાઓ પહોંચી હતી.

પ્રતિકાત્મક તસવીર

જો કે ઇજા સામાન્ય હોવાને કારણે તે તેના ગ્રુપ સાથે આગળ વધ્યો હતો અને તે બાદ કેદારનાથ પહોંચ્યો હતો. જ્યાં રામપુર ખાતેની એક હોટલમાં રોકાણ પણ કર્યુ હતુ. ત્યારે વહેલી સવારે રામપુરમાં તે કોઇ કારણસર હોટલની બહાર નીકળ્યો હતો અને ત્યાં જ નજીકની એક ખીણમાં ગરકાવ થઇ ગયો હતો. આ વાતની જાણ સ્થાનિક લોકો દ્વારા તેના ગ્રુપને કરવામાં આવી હતી અને તે બાદ પોલિસને કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે ધનિશની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને તે બાદ તેનો મૃતદેહ પહાડીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ગ્રુપ દ્વારા તેમના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

Shah Jina