વલસાડમાં પિતાને દીકરીનો ફોન સ્વીચ ઓફ આવતા ઠપકો આપવો પડ્યો ભારે, 17 વર્ષની સગીરાએ દર્દનાક પગલું ભર્યું

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આઘાતના કિસ્સઓનું પ્રમાણ વધ્યું છે, મોટી ઉંમરના લોકો સાથે આજે નાની ઉંમરના બાળકો પણ કોઈ નાની નાની વાતમાં લાગી આવતા આપઘાત જેવા પગલાંઓ ભરતા હોય છે, ત્યારે હાલ એવો જ એક કિસ્સો વલસાડથી સામે આવી રહ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના પારડીમાં આવેલા ખડકી ગામના વચલા ફળિયુંમાં રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિનીને પિતાએ ફોન બાબતે ઠપકો આપતાં દીકરીએ લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસને જાણ થતાં તેમણે લાશનો કબ્જો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. ગત બુધવારે સિવણ કલાસ માટે ગઈ હતી. તે દરમિયાન પિતાએ દીકરીને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જયારે દીકરી સાંજે ઘરે આવી ત્યારે પિતાએ મોબાઇલ સ્વીચ ઓફ રાખવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેના કારણે દીકરીને લાગી આવ્યું હતું.

જેના બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ મોહીનીના માતા પિતા સવારે નોકરી ઉપર ગયા હતા. ત્યારે જ મોહિનીએ ઘરમાં પંખા સાથે પોતાનો દુપટ્ટો બાંધી અને ગળે ટુંપો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેના બાદ તેમના પાડોશમાં રહેતી યુવતીએ મોહિનીને ટુંપો ખાધેલી હાલતમાં જોતા તેને નીચે ઉતારી હતી અને આસપાસના લોકોને પણ જાણ કરતા તે લોકો પણ આવી ગયા હતા.

જેના બાદ મોહિનીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મોહીનીના મોત બાદ પરિવાર માટે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી આને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel