કેનેડામાં વડોદરાના 23 વર્ષના વિદ્યાર્થીના માં-બાપને અચાનક જ મળ્યા હતા મોતના સમાચાર…માં-બાપનું હૈયાફાટ રુદન – જાણો વિગત

વિદેશમાં ભણવા મોકલેલા વિદ્યાર્થીના માં-બાપ આ જલ્દી વાંચો, થોડાક મહિનાઓ પહેલા કેનેડામાં 23 વર્ષનો યુવાન તડપી તડપીને મરી ગયો હતો – જાણો સમગ્ર મામલો

ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે અથવા તો સારી નોકરી મેળવવા માટે લંડન, અમેરિકા, કેનેડા જતા હોય છે. ત્યાં રહેવાને કારણે તેઓ તેમના પરિવારને લગભગ બે-પાંચ વર્ષે એકવાર મળવા માટે આવતા હોય છે. કારણ કે તેઓ ત્યાં સેટ થઇને તેમનું ભવિષ્ય સુધારવા માંગતા હોય છે. આવો જ એક વડાદરાનો યુવક જે કેનેડામાં અભ્યાસ પૂર્ણ થયા બાદ તેના મિત્રો સાથે ફરવા ગયો અને ત્યારે એવી દુર્ઘટના ઘટી ગઇ જેને કારણે તેનું મોત થયુ. આ યુવકનું નામ રાહુલ છે. આ ઘટનાની જાણ જયારે તેના માતા-પિતાને થઇ ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે જમવાનું પણ છોડી દીધુ હતુ અને ઘણુ સમજાવ્યા બાદ તેમણે બે દિવસ પછી જમવાનું આરોગ્યુ હતુુ. રાહુલની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી અને આ ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધુ.

સુનીલભાઈ માખીજા કે જેઓ વડોદરાના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહે છે અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવે છે તેમનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો. કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સાંસદના પ્રયત્નોથી શુક્રવારે મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થતાં રાહુલે નોકરી માટે એપ્લાય કર્યું હતું અને તે મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો

20 ઓકટોબરના રોજ મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. આ દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાઇ ગયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તે બચી ગયો હતો. પરંતુ ત્યારબાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ઘટનાસ્થળે જ તેનુ મોત નિપજ્યુ હતુ. જો કે, તેને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત હાજર કર્યો હતો.

વડોદરાનો રાહુલ ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો હતો અને તે જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. તે આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાનો હતો અને તેને કારણે તે ત્રણ વર્ષ ઘરે ન આવી શકાય એમ જણાવી પરત ફરી ગયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરામાં રહેતા તેના માતાપિતા ભાંગી પડ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ તો દીકરાની મોત બાદ જમવાનું પણ છોડી દીધું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને આ વિશે જાણ થતા જ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. વડોદરામાં રહેતા તેના માતાપિતાને તેના મોતના સમાચાર મળતા જ તેઓ ભાંગી પડ્યા હતા. માતા અને પિતાએ ભોજન છોડી દીધું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને આ વિશે જાણ થતા તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને સાંત્વના પણ આપી હતી

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના સાંસદે રાહુલની લાશને કેનેડાથી જલ્દી લાવવા માટે પ્રયાસો કર્યા હતા. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા રાહુલના મૃતદેહને વડોદરામાં લાવવામાં આવશે. મંજૂરી અને ટેકનિકલ કારણોને લીધે રાહુલના મૃતદેહને વડોદરા લાવવામાં મોડુ થયુ હતુ, પરંતુ રંજનબેનના પ્રયાસોથી હવે તે જલ્દી થશે.

Shah Jina