વડોદરામાં હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને હાથ ઉપર બે- પાંચ નહિ પરંતુ બ્લેડના 40 ઘા મારવા માટે મજબુર કરી, ચકચારી ભરેલો કિસ્સો

દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ગુજરાતમાં તેને લઈને કાયદો પણ અમલમાં મુકવામાં આવ્યો છે, ત્યારે હિન્દૂ યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. હાલ વડોદરામાંથી એક એવી જ ચકચારી ભરેલી ઘટના સામે આવી છે. જે રૂંવાડા ઉભી કરી દે તેવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી એક શ્રીમંત પરિવારની યુવતીને એક ખ્રિસ્તી યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તેને અંગત પળોના વીડિયો અને તસવીરો વાયરલ કરવાની ધમકી આપી ઈમોશનલ બ્લેકમેઇલ કરીને હાથ ઉપર બ્લેડથી 40 ઘા મારવા માટે મજબુર કરવામાં આવી હતી.યુવતીને ભગાડી જઈને લગ્ન કરી ત્રાસ આપતો હોવાની પણ યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

વધુ માહિતી અનુસાર યુવતીના પિતાએ આ બાબતે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતા ધોરણ 10 પાસ સેલ્વિન પાઉલ પરમાર નામનો યુવાન એ વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી સાથે 2 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. તેને વાતોમાં ફોસલાવ્યા બાદ વારંવાર કોઈ ને કોઈ બહાને મળતો રહેતો હતો. સંપર્ક ઘનિષ્ઠ બનાવ્યા બાદ ભોળી યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અંગત પળોના ફોટો અને વીડિયો યુવતીની જાણ બહાર ઉતારી લીધાં હતા.

જેનાબ યાદ સેલ્વીન યુવતીને વીડિયો વાયરલ કરવાની સતત ધમકી આપ્યા કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ પણ કર્યા કરતો હતો, જેના બાદ યુવતી દબાણમાં આવીને સેલ્વીન સાથે ભાગી ગઈ હતી. જેના બાદ સેલ્વીને યુવતી સાથે આણંદના એક ચર્ચમાં લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન બાદ યુવતીને સેલ્વિનના પિતા પાઉલ પરમારે ખોટી લાલચ આપી સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી.

સાસરીમાં તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હોવાનો આક્ષૈપ પણ ફરિયાદમાં કરાયો હતો. યુવતી સાથે મારઝૂડ થવાની જાણ થવાની સાથે જ યુવતીના પરિવારજનો તેને પિયરમાં પરત લઇ આવ્યા હતા અને યુવતી ઉપર ગુજારવામાં આવતા ત્રાસ અંગેની ફરિયાદ યુવતીના પિતાએ છાણી પોલીસ મથકે નોંધાવી હતી.

યુવતીના ઘરે આવ્યા બાદ યુવતીનો મોબાઈલ પણ તેના પરિવારજનોએ ચેક કર્યો હતો, જેમાં આગાઉ સોશિયલ મીડિયા દ્વારા યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હોવાની ચેટ પણ મળી આવી હતી, જેની અંદર એક જ મિનિટમાં યુવતીને બ્લેડના 40થી 45 ઘા મારવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું.

Niraj Patel