વડોદરા : ટ્રકે બાઇકને લીધી અડફેટે, પતિ-પત્નીનું મોત, બાળકોનો ચમત્કારિક બચાવ- પરિવારનો માળો વિખાયો

વડોદરામાં ટ્રકની અડફેટે ગમખ્વાર અકસ્માતમાં બાળકોની નજર સામે જ માતા-પિતાનું કરુણ મોત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં વડોદરાના ડભોઈમાંથી ગમખ્વાર અકસ્માતનો મામલો સામે આવ્યો, જેમાં બેફામ દોડતા ટ્રકે પરિવારનો માળો વિખેરી નાખ્યો. 24 વર્ષીય યુવક તેની પત્ની અને બે બાળકો સાથે સાળીના ઘરેથી પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રેક ટક્કર મારી અને પરિવાર ફંગોળાયો.

ટ્રકની અડફેટે ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્નીનું મોત

આ દરમિયાન પતિ અને પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નિપજ્યું અને બાળકોનો બચાવ થયો. જો કે, અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ તો આ મામલે પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઈના ભીલાપુર ગામના 24 વર્ષીય વિક્રમભાઈ, પત્ની અને 2 બાળકો સાથે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રકે બાઈકને ટક્કર મારી અને આ દરમિયાન પરિવાર હવામાં ફંગોળાયો અને રોડ પર પટકાયો.

બે બાળકોની નજર સામે જ માતા-પિતાનું કરુણ મોત નિપજ્યુ

જેને કારણે વિક્રમભાઈ પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતા તેઓ મોતને ભેટ્યા અને પત્ની આરતીબેનનું પણ ગંભીર ઈજાઓને પગલે મોત થયું. જો કે, આ અકસ્માતમાં બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતા જ ડભોઈ પોલીસે આવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી.

Shah Jina