વડોદરા : પતિએ પત્નીને કહ્યું- હું મારી સ્ત્રી મિત્ર વગર નહિં રહી શકું, આપઘાત કરી લઇશ…મૈત્રી કરારથી સ્ત્રી મિત્રને ઘરમાં લાવ્યા બાદ પત્ની સાથે કર્યુ એવું કે…

સંસ્કારી નગરીમાં પતિ, પત્ની અને પ્રેમિકા બધા એક સાથે રહેતા હતા, મૈત્રી કરારથી ફ્રેન્ડને ઘરે લાવ્યો પછી થયો મોટો કાંડ

Vadodara husband wife and lover : ગુજરાતમાંથી ઘણીવાર પતિ, પત્ની ઔર વોના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર પત્ની દ્વારા તો કેટલીકવાર પતિ દ્વારા પોતાના પાર્ટનરને દગો આપી બીજા સાથે સંબંધ રાખવામાં આવે છે. પણ હાલ જે કિસ્સો વડોદરામાંથી પતિ, પત્ની ઔર વોનો સામે આવ્યો તે ઘણો ચોંકાવનારો છે.

File Pic

આ કિસ્સામાં એવું છે કે પતિ, પત્ની અને પતિની પ્રેમિકા છેલ્લા ચાર વર્ષથી એક જ ઘરમાં રહે છે અને આ પતિ અને પ્રેમિકાને એક સંતાન પણ છે. પ્રેમિકા અને પતિના ત્રાસને કારણે ત્રસ્ત થયેલી પત્નીએ અભયમ ટીમની મદદ લીધી અને સલાહ માંગી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વુડાના મકાનમાં રહેતાં પતિનો અન્ય સ્ત્રી સાથે સબંધ હતો અને આ મામલે જાણ પત્નીને થતાં બંને વચ્ચે પહેલા બોલાચાલી થઇ પણ આ દરમિયાન પતિએ તેની પત્નીને જણાવ્યું કે તે તેની સ્ત્રી મિત્ર એટલે કે તેની પ્રેમિકા વગર નહિ રહી શકે અને જો તેની સાથે નહિ રહેવા દે તો તે આપઘાત કરી લેશે.

પતિની આપઘાતની ધમકી બાદ પત્ની ગભરાઇ ગઇ અને બાળકનું વિચારીને પતિની ધમકીને વશ થઇ ગઇ. તે બાદ પત્નીએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરવાની પતિને મંજૂરી આપી. પત્નીની મંજૂરી બાદ પતિ તેની પ્રેમિકાને ઘરે લઇ આવ્યો અને છેલ્લા ચાર ત્રણેય એક જ છત નીચે રહે છે.

File Pic

જો કે, આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન પતિને તેની પ્રેમિકાથી એક બાળક પણ થયુ અને તે બાદ પતિ વધુ ધ્યાન પત્નીને છોડી પ્રેમિકા પર આપતો થઇ ગયો. પતિ તેની પત્ની સાથે સમાજના પ્રસંગોમાં પણ નહોતો જતો અને ત્રણેય વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા રહેતા.

ત્યારે અનેક વાર પતિ તેની પ્રેમિકા સામે જ પત્નીને અસભ્ય ભાષા બોલતો અને માર પણ મારતો. જેથી પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ મદદ માટે અભયમને કોલ કર્યો. કોલ મળ્યા બાદ અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી અને તેમણે પતિને કાયદાનું ભાન કરાવ્યું. જે બાદ પતિએ પત્નીને ત્રાસ ન આપવાની ખાતરી આપી હતી.

Shah Jina