લોકો પાસે બુકિંગના પૈસા પડાવી સ્કીમ પૂરી કરવામાં બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યા છે ઠાગાઠૈયા- દાદાગીરીનો વીડિયો થયો વાયરલ

6 વર્ષ વીતી ગયા પણ હજુ સુધી નથી મળ્યુ પજેશન, બિલ્ડરે કહ્યું થાય એ કરી લે, જુઓ વીડિયો

Vadodara Builder Manish Patel : હાલમાં વડોદરાના એક ઠગ બિલ્ડરનું કાવતરું સામે આવ્યું છે, અને તેની ક્રાઈમ બ્રાંચ દ્વારા 8 કરોડથી વધુની ઠગાઈનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ વિરૂદ્ધ 20થી વધારે લોકોની ફરિયાદ આવી હતી અને તે બાદ ક્રાઈમ બ્રાંચે એક્શનમાં આવી તેની ધરપકડ કરી. વડોદરામાં કેયા રિયાલિટી ગૃપના ભાગીદાર બિલ્ડર મનીષ પટેલ છેલ્લા 6 વર્ષોથી સાઈટનો પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈને બેઠા છે અને ફરિયાદીઓ અનુસાર ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ દુકાનોના બુકિંગ લઈને પઝેશન પણ નથી આપ્યાં.

બિલ્ડર મનીષ પટેલની ક્રાઇમ બ્રાંચ દ્વારા કરાઇ ધરપકડ
મનીષ પટેલ સામે 20 જેટલા લોકો સાથે ઠગાઈ કેસમાં ગુનો નોંધાયો અને તે પછી તેની ધરપકડ કરવામાં આવી. જો કે, મનીષ પટેલ જ નહીં પણ તેની પત્ની રૂપલ સામે પણ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. વડોદરાના યોગેશ પટેલ નામના વ્યક્તિની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે અને તેમાં લોકો પાસેથી બુકિંગના નામે લાખો રૂપિયા લઈ સ્કીમ પુરી કરવામાં ઠાગાઠૈયા કરનારા મનીષ પટેલે 6 વર્ષોથી સ્કીમ પૂરી કરી નથી એવું કહેવામાં આવ્યુ છે.

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલ બી-1/6, સુખશાંતિ સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પટેલ કે જે ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરે છે તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી અને તેમાં તેમણે જણાવ્યું કે, 2015 દરમિયાન કેયા રિયાલીટી તથા કેયા બીલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદાર મનીષ મહેન્દ્ર પટેલે ખોડીયારનગર ચાર રસ્તા, અર્થ આઇકોનની સામે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાનો-ઓફિસોની સ્કીમ શરૂ કરી હતી અને ફરિયાદીએ પહેલા માળે દુકાન નં. એફ-એફ, 144 બુકિંગ કરાવી અને વર્ષ 2017 દરમિયાન પજેશનની બાંહેધરી આપી.

6 વર્ષ વીતી ગયા પણ હજુ સુધી નથી મળ્યુ પજેશન
ફરિયાદીએ દુકાન પેટે રૂપિયા 9,49,919 ચેક દ્વારા ચૂકવ્યા પણ ખરી પણ ગોરવા સબ રજીસ્ટારની કચેરીમાં મનીષ પટેલ તથા પેઢીના ભાગીદારોએ બાનાખત કરી આપ્યો અને આની અસલ કોપી બિલ્ડર મનિષ પટેલ પાસે છે. કોરોના સમયમાં સાઈટનું બાંધકામ બંધ હોવાથી સાઈટ શરૂ થયા બાદ પજેસન મળશે તેવી ખાતરી આપી પણ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબનું બાંધકામ બંધ કરી ઓફિસ તોડી નાખી બિલ્ડર મનીષ પટેલ ફરાર થઈ ગયો એવું જાણવા મળ્યુ.

એટલે 12 જેટલા રોકાણ કારોએ મનીષ પટેલ વિરુદ્ધ રેરામાં અરજીઓ આપી અને પેઢીના ભાગીદાર મનીષ પટેલ અને તેના પત્ની રૂપલબેન પટેલે ગ્રાહકો પાસેથી વેચાણ કિંમતના નાણા મેળવી લઈ બિલ્ડિંગનું બાંધકામ પૂરું નહીં કરી નાણા અથવા દુકાન ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હાલમાં એક વીડિયો પણ બિલ્ડર મનીષ પટેલની દાદાગીરીનો સામે આવ્યો છે, જેમાં ફરિયાદી કહે છે કે તમારો ફોન નહી લાગતો તમારો, હવે લાગ્યો.તો બિલ્ડર કહે છે કે હવે ચાલુ કર્યો હવે લાગશે.

મનીષ પટેલનો વીડિયો આવ્યો સામે
તો ફરિયાદીએ તેમને પૂછ્યુ કે સાઈટ ક્યારે પૂરી કરશો તો બિલ્ડર કહે છે હજુ 1 વર્ષ થશે. ફરિયાદી કહે છે કે તમે 6 વર્ષ કર્યા અને હજુ પણ 1 વર્ષ. તો બિલ્ડર તેને કહે છે તે જા તું કેસ કરી દે. તો ફરિયાદી કહે છે કે કેસ તો કર્યો જ છે તો બિલ્ડર કહે છે કે તો પછી હવે શું છે ? આ પછી ફરિયાદી કહે છે કે તો હવે તમે નહીં કરો એવું ? તો બિલ્ડર સામે એવો જવાબ આપે છે કે હું તને શાંતીથી કહું છું, તો ફરિયાદી કહે છે કે કેટલી વખત વાત કરી. આ દરમિયાન બિલ્ડર તેને ધીરે બોલવાનું કહે છે તો ફરિયાદી કહે છે કે કેટલુ ધીરે બોલું મને કો..? કઈ વાંધો નહી પોલીસ આવે છે.

Shah Jina