પથ્થર એટલા પૂજ્યા દેવ ત્યારે 17 વર્ષ બાદ થઇ સંતાન પ્રાપ્તિ, પરંતુ હરણી બોટ લેકની કાળમુખી ઘટનાએ ફરી પાછા નોધારા બનાવી દીધા

Vadodara Boat Accident aashiya : જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે તેના થોડા સમય બાદ તે માતા પિતા બનવાની ઈચ્છા પણ રાખે છે અને ઘણીવાર કેટલીક સમસ્યાઓના કારણે તે માતા પિતા પણ નથી બની શકતા, જેના બાદ તેઓ દવાઓ અને દુઆઓ ઉપર આધાર રાખે છે

અને તેમની પ્રાર્થના ઈશ્વર વર્ષો બાદ સ્વીકારે અને એ ઘરમાં કોઈ સંતાનનો જન્મ થાય ત્યારે તે પરિવારની ખુશી સાતમા આસમાને હોય છે, પરંતુ જો ઈશ્વર દ્વારા આપેલા એ સંતાનને ઈશ્વર છીનવી લે તો કેવું દુઃખ થાય ? આ વાતની કલ્પના કરવી પણ ખુબ જ મુશ્કેલ છે.

પિતરાઈ ભાઈ બહેનના મોત :

ત્યારે આવી જ એક દીકરીનું મોત વડોદરાના હરણી લેકમાં થયેલી દુર્ઘટનામાં થયું છે. આ દુર્ઘટનામાં કુલ 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજ્યા છે, જેમાંથી એક દીકરી 9 વર્ષીય આશીયા ફારૂકભાઇ ખલીફા પણ હતી.

તે અને તેનો પિતરાઈ ભાઈ 8 વર્ષીય રયાન હારૂનભાઇ ખલીફા ન્યુ સનરાઈઝ સ્કૂલમાં ભણતા હતા અને સ્કૂલના બાળકો સાથે આ બંને ભાઈ બહેન પણ પિકિનક પર ગયા હતા, પરંતુ તે ત્યાંથી પરત ના ફર્યા અને બોટ દુર્ઘટનામાં બંને ભાઈ બહેનના મોત નિપજ્યા.

17 વર્ષના લગ્ન જીવન બાદ પહેલી દીકરી :

આશીયાનો પરિવાર આજવા રોડ પર આવેલા સબીના પાર્કમાં રહે છે. તેના પિતા ફારૂકભાઈ બે મહિના પહેલા જ લંડનમાં સ્થાયી થયા હતા અને તેમની પત્ની, દીકરી અને તેમની પિતરાઈ ભાઈ સબીના પાર્ક ખાતે રહેતા હતા.

આશીયા અને તેની માતા પણ ટૂંક સમયમાં જ લંડન જવાના હતા, પરંતુ લંડન જતા પહેલા જ આશીયાને કાળ ભરખી ગયો. આશિયાના માતા પિતાને તેમના લગ્ન બાદ કોઈ સંતાન નહોતું, જેના કારણે તેમને દવાઓ અને દુઆઓ પર આધાર રાખ્યો.

છીનવાઈ ગઈ પરિવારની ખુશીઓ :

17 વર્ષ સુધી પથ્થર એટલા દેવ કર્યા, મંદિરો અને મસ્જિદોમાં પ્રાર્થનાઓ કરી ત્યારે તેમના ઘરે 17 વર્ષ બાદ એક દીકરીનો જન્મ થયો અને દીકરીના જન્મ બાદ પરિવારમાં ખુશીઓ આવી હતી, હસી ખુશીથી પરિવાર જીવી રહ્યો હતો

ત્યાં જ હરણીનો બોટ દુર્ઘટનાએ તેમની બધી જ ખુશીઓ છીનવી લીધી અને પરિવાર ફરી નિરાધાર બની ગયો. દીકરીના મોતની ખબર સાંભળતા જ પિતા પણ તાત્કાલિક લંડનથી આવી પહોંચ્યો અને બંને ભાઈ બહેનોના જનાજામાં કાળજું કંપાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

Niraj Patel