વડોદરા : લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા પરિવારના 5 સભ્યોના મોત, રિક્ષાનો બોલાઇ ગઇ બુકડો

પતિ-પત્ની અને 3 બાળકનાં મોત, રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા, મારુતિની કારની આવી ખરાબ હાલત થઇ- તસવીરો જરૂર જોજો

ગુજરાતમાંથી અવાર નવાર ગમ્ખવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. હાલમાં જ વહેલી સવારે વડોદરાના અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને રિક્ષા તેમજ કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થતા ચકચારી મચી ગઇ. અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 બાળક અને પતિ-પત્નીના મોત થયાં છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ગમ્ખવાર અક્સ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે 2ના સારવાર દરમિયાન મોત થયા. તપાસમાં સામે આવ્યુ કે મૃતકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના હતા. હાલ આખા પરિવારમાંથી માત્ર એક આઠ વર્ષનો આર્યન નાયક જ બચ્યો છે જે ઇજાગ્રસ્ત થયો છે અને સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રિક્ષાનો બુકડો બોલાઇ ગયો હતો અને રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે વડોદરાના અટલાદર-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેને પગલે 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. ભયાનક અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા. જે બાદ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા તે પણ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા,

જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનું મોત નિપજ્યું હતું. આ ગમ્ખવાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યા જ્યારે એક માત્ર 8 વર્ષનું બાળક બચ્યુ. મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક, કાજલ અરવિંદ નાયક, શિવાની અલ્પેશ નાયક અને ગણેશ અરવિંદ નાયકનો સમાવેશ થાય છે.

Shah Jina