16 જિંદગીની દોર પતંગની દોરીના કારણે કપાઈ, ઉત્તરાયણના તહેવારમાં 108ને મળ્યા 4256 ઈમરજન્સી કોલ

હે ભગવાન….આપણા ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર બન્યો ઘાતક! 16 લોકોના કરૂણ મોત; જાણો અંદરની વિગત

ઉત્તરાયણનો મંગળવાર ઘણા લોકો માટે અમંગળ બન્યો. અલગ અલગ જગ્યાએ દોરીને કારણે ગળુ કપાતા અને કરંટ લાગતા 9 લોકોના મોત નિપજ્યા જ્યારે દાહોદ અને ખેડામાં કુલ 7 લોકોના મોત થયા. રાજ્યમાં ઉતરાયણનો તહેવાર લોકોએ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો પણ કેટલાક લોકો અને અબોલા પશુઓ માટે આ મજા સજા બની.

અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ ઉત્તરાયણના તહેવાર પર દોડતી રહી હતી. 14 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યા સુધીમાં તો 108ને 4256 ઈમરજન્સી કોલ મળ્યા હતા, અમદાવાદમાં સૌથી વધુ 732 કોલ જ્યારે સુરતમાં 320 કોલ… નાગરિકો સિવાય 1400થી વધારે પશુ-પંખીઓ ઘાયલ થયા હતા.

મકરસંક્રાતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું જ્યારે સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામમાં એક વ્યક્તિનું પતંગની દોરીના કારણે મોત નિપજ્યું. અન્ય એક બનાવ હાલોલના રાહતલાવ ગામમાં બન્યો, જ્યાં 5 વર્ષીય બાળકનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોત થયું.

આ ઉપરાંત કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો અને તેમને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું. આ ઉપરાંત પણ રાજ્યમાં ઘણા આવા બનાવ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે,સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળી ચૂક્યા છે. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.

Previous Article

સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો- કરવામાં આવી સર્જરી, ચોરીના ઇરાદાથી ઘુસ્યો હતો હુમલાખોર; જાણો સમગ્ર મામલો

Next Article

મહાકુંભ 2025ની મોર્ડન સાધ્વી જેવી દેખાતી યુવતીની સુંદર તસવીરોએ મચાવ્યો તહેલકો, જાણી લો શું છે હર્ષા રિછારિયાની હકિકત ?

error: Protected Content!