હે રામ….કચ્છમાં વધુ એક ગ્રીષ્માકાંડ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી, જાણો સમગ્ર મામલો

કચ્છના માંડવીના ગોધરામાં 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક હત્યાની ઘટના બની. આરોગ્ય વિભાગમાં કરાર આધારીત ફરજ બજાવતી યુવતી જે ઘરેથી નોકરી માટે નીકળી હતી તે બસની રાહ જોઈ રહી હતી તે સમયે એક બાઈક સવાર યુવકે આવી ફિલ્મી ઢબે તલવારના અનેક ઘા મારી હત્યા કરી નાખી.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતી. સવારના 6 વાગ્યા આસપાસ આ ઘટના બનતા પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયુ હતુ. મૃતકનું નામ ગોરીબેન તુલસીભાઈ ગરવા હતુ. ત્યારે આ ઘટના મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજ રોજ ભૂજમાં માંડવીમાં સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ હતી, જેમાં સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા.

રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી. ગૌરીના હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસે સાગર સંગાર સાથે અન્ય 2 આરોપીની ધરપકડ કરી હતી.

Shah Jina