જામનગરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા વીજ થાંભલાને હજુ સુધી દૂર ના કરતા એક યુવક બન્યો અકસ્માતનો ભોગ, લાડકવાયા દીકરાના મોતથી પરિવારમાં માતમ

હે ભગવાન….આશાસ્પદ યુવકનું થયું મોત, વાવાઝોડાને લીધે પડેલા થાંભલામાં જ ટકરાયું યશનું બાઈક

Jamnagar Accident Death: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો રોડ પર બેફિકરાઈ ભરેલું વાહન હંકારે છે અને પોતાની સાથે અન્ય લોકોને પણ ચપેટમાં લઈને અકસ્માત સર્જતાં હોય છે, જેમાં ઘણા લોકો પણ ગમ્ભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે, તો કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે કેટલીકવાર કોઈની બેદરકારીના કારણે પણ કોઈનો જીવ જવાની ઘટનાઓ સામે આવે છે.

ત્યારે હાલ એક એવી જ ખબર જામનગરમાંથી સામે આવી રહી છે. જ્યાં નાના થાવરીયા નજીક ગ્રામ પંથકના રસ્તામાં વાવાઝોડા બાદ નમી પડેલા વીજ થાંભલાએ એક આશાસ્પદ યુવકનો જીવ લઇ લીધો છે. બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા ઝાડવા અને વીજળીના થાંભલા પડી ગયા હતા, પરંતુ તેને હજુ સુધી દૂર કરવામાં આવ્યા નહોતા જેના કારણે એક યુવકનો જીવ જતા ગામલોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર બે યુવકો રાત્રીના સમયે બે યુવકો પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ સમયે રસ્તો ખબર હોવાના કારણે રસ્તા પર પડેલો આ થાંભલો તેમની નજરમાં ના આવ્યો અને બંને યુવકો થાંભલા સાથે ટકરાયા હતા. જેમાં બાઇકમાં પાછળ બેઠેલા યશ દીપકભાઈ ચોવટીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું.

થાવરીયા ગામના આશાસ્પદ યુવકના મોતને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. થાવરીયા ગામના સરપંચ દ્વારા અગાઉ વાવાઝોડા બાદ આ થાંભલાને દૂર કરવાની અને રસ્તાના સમારકામ કરવાની રજુઆત પણ કરવામાં આવી હતી, તે છતાં પણ થાંભલાનો નિકાલ થયો નહોતો. ત્યારે આ થાંભલાના કારણે જ એક યુવકને પોતાનો જીવ ગુમાવતા પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે.

Niraj Patel