ઋષભ પંત નહિ પણ આ ફુટબોલરને ડેટ કરી રહી છે ઉર્વશી રૌતેલા ? વાયરલ થઇ રહી છે તસવીર
ઋષભ પંત બાદ આ ફુટબોલરને ડેટ કરી રહી છે ઉર્વશી રૌતેલા ? રિહાના છે એક્સ ગર્લફ્રેન્ડ- જાણો કોણ છે એ
જેટલા બોલિવૂડ સ્ટાર્સ તેમના સંબંધો વધુ છુપાવે છે, તેટલા જ લોકો તેમના સંબંધી પોસ્ટને દિલચસ્પી સાથે શેર કરે છે. ઉર્વશી રૌતેલાના સંબંધોને લઈને ઘણા સમયથી વિવિધ વાતો સાંભળવા મળી રહી છે. પહેલા તેનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું. જો કે હવે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઈ રહી છે,
જેમાં ઉર્વશી રૌતેલા કરીમ બેન્ઝેમા સાથે જોવા મળી રહી છે અને હવે તેનું નામ કરીમ સાથે જોડવામાં આવી રહ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ચર્ચામાં પણ રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઉર્વશીનું નામ ઋષભ પંત સાથે જોડવામાં આવી રહ્યું હતું.
જો કે, ફ્રેંચ ફૂટબોલર કરીમ બેન્ઝેમા સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો આના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એવી અફવા પણ ચાલી રહી છે કે ઉર્વશી કરીમને ડેટ કરી રહી છે. જો કે આ અંગે બંનેમાંથી કોઈ તરફથી પ્રતિક્રિયા આવી નથી. જણાવી દઇએ કે, કરીમ બેન્ઝેમા ફ્રેન્ચ ફૂટબોલર છે.
કરીમ રીહાનાના કારણે ઘણો સમાચારોમાં રહ્યો છે. બંને એક સમયે ડેટિંગ કરતા હતા. જણાવી દઈએ કે તે 5 વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતવાવાળો ફૂટબોલર છે. સેલિબ્રિટી નેટવર્થ વેબસાઇટ અનુસાર, 36 વર્ષીય કરીમ બેન્ઝેમાની નેટવર્થ $200 મિલિયન છે. કરીમ બેન્ઝેમાની ગણતરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોમાં થાય છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયન ક્લબ અલ ઇત્તિહાદ તરફથી રમે છે. અલ ઇત્તિહાદ કરીમ બેન્ઝેમાને એક સીઝન માટે લગભગ 1800 કરોડ રૂપિયા ચૂકવે છે. એટલે કે કરીમ બેન્ઝેમાને અલ ઇત્તિહાદ તરફથી દર મહિને 148 કરોડ રૂપિયા પગાર મળે છે.