...
   

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમમાં લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ માણ્યો અદભુત નજારો… તસવીરો શેર કરીને કહ્યું, “અદ્ભુત,અદ્વિતીય અને અવિસ્મરણીય…”, જુઓ

લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા પણ પહોંચી PSM 100માં… તસવીરો શેર કરીને કર્યા મહોત્સવના ગુણગાન.. જુઓ

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના ઓગણજ ખાતે ઉજવાઈ રહ્યો છે, આ મહોત્સવને ઉજવવા માટે 600 એકર જમીનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે માણસોની કલ્પના બહારનું છે. ત્યારે આ મહોત્સવની મુલાકાત લેવા માટે દેશ વિદેશમાંથી રોજ લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

જયારે ગુજરાતના જ આંગણે આવ્યો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે આ મહોત્સવમાં ગુજરાતી કલાકારો જાય નહિ એવું કેમ બને. ત્યારે આ મહોત્સવમાં રોજ ને રોજ કોઈ કલાકાર મુલાકાત લેવા માટે આવી રહ્યું છે અને મુલાકાત બાદ આ મહોત્સવના વખાણ કરતા થાકતું નથી. સાથે જ મુલાકાત દરમિયાનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

ત્યારે હાલ ગુજરાતની લોકપ્રિય એવી લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ આ ભવ્ય મહોત્સવની મુલાકાત લીધી હતી. જેની તસવીરો પણ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. સાથે જ આ મહોત્સવનું મુલાકાતનું વર્ણન પણ તેમને ટૂંકમાં કરતા કહ્યું, “પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ….. અદ્ભુત,અદ્વિતીય અને અવિસ્મરણીય !”

ઉર્વશી રાદડિયાએ શેર કરેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે તે શતાબ્દી મહોત્સવમાં બનાવવામાં આવેલી અલગ અલગ જગ્યાઓ સામે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. પહેલી તસ્વીરમાં માળા ફેરવી રહેલા હાથની સામે તે ઉભા છે. બીજી તસ્વીરમાં તે પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા આગળ બે હાથ જોડીને ઉભા રહ્યા છે.

તો ત્રીજી તસ્વીરમાં તે બગીચા સામે ઉભા રહીને પોઝ આપે છે અને ચોથી તસ્વીરમાં તે અક્ષરધામ પાસે ઉભા રહ્યા છે. તેમની આ તસ્વીરોને હવે ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા ચાહકો તેમની આ તસવીરો પર કોમેન્ટ કરીને જય સ્વામિનારાયણ પણ લખી રહ્યા છે.

Niraj Patel