કોમ્પિટીશન વગર જ ‘મિસ યુનિવર્સ’ બની ઉર્ફી જાવેદ, ચાહકોના મગજની સિસ્ટમ થઇ ગઇ હૈંગ

મશહૂર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને નાના પડદાની જાણિતી અભિનેત્રી ઉર્ફી જાવેદ કોઇ પરિચયની મોહતાજ નથી. પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી અવાર નવાર લાઈમલાઈટમાં રહે છે. ઘણીવાર તે એા આઉટફિટ્સ પહેરેલી જોવા મળે છે કે કોઇનું પણ દિમાગ ચકરાવે ચઢી જાય. ત્યારે હાલમાં ફરી એકવાર આવું જ કંઇક થયુ.

ઉર્ફી જાવેદનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. હંમેશાની જેમ તેનો આ ડ્રેસ પણ લોકોને ચોંકાવી રહ્યો છે. પ્રસિદ્ધ રિયાલિટી શો બિગ બોસ ઓટીટી-1માં જોવા મળેલી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ઉર્ફી જાવેદ તેના આઉટફિટ સાથે બ્રહ્માંડ પહેરેલી જોવા મળી રહી છે. બ્રહ્માંડની અંદર ગ્રહો અને ઉપગ્રહો દેખાય છે. ઉર્ફી જાવેદનો આ સ્ટાઈલિશ ડ્રેસ પહેલી નજરે તમારું ધ્યાન સરળતાથી ખેંચી લેશે. આ વીડિયો જોઇ ચાહકોનું દિમાગ હૈંગ થઇ ગયુ છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું- મેમ એક સ્કૂલ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- સારા કા સારા બ્રહ્માંડ ઉઠા કે ચલી આઇ. અન્ય એક યુઝરે કહ્યું- બહેન આખા બ્રહ્માંડ પર રાજ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી હવે OTTની દુનિયામાં ધમાલ મચાવવા જઇ રહી છે. તેણે તેની પહેલી સીરીઝ ‘ફોલો કર લો યાર’નું એલાન કરી દીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina