ઉર્ફી છે કમાલ ! હવે કંઇ ન મળ્યુ તો અપર બોડીને ખાલી પાંખોથી ઢાંકી દીધી, સ્કર્ટ જોઇ ચકરાઇ જશે માથુ

ઉપરના અંગોને પાંખોથી ઢાંકી ઉર્ફીએ, લોકો બોલ્યા- કબૂતર લાગી રહી છે…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ તેના અતરંગી અને બેબાક અંદાજ માટે ઓળખાય છે. ઉર્ફી અવાર નવાર તેના અલગ અલગ અવતારથી લોકોને વિચારતા મજબૂર કરી દે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના અલગ અલગ અવતારના ફોટોશૂટ્સ અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હવે તો ઉર્ફીએ શર્મો હયાની હદ જ પાર કરી દીધી છે. ઉર્ફી જાવેદે આ વખતે ખતરનાક ટોપલે અવતાર બતાવ્યો છે.

આ વખતે ઉર્ફી જાવેદને જોઇને બધા જ શોક્ડ રહી ગયા છે. ઉર્ફી જાવેેદે ખાલી બે પાંખોથી ઇજ્જત છુપાવી ટ્રોલર્સને ટ્રોલ કરવાનો નવો મસાલો આપ્યો છે. ઉર્ફી જાવેદ હવે શું પહેરીને તેનો નવો અવતાર બતાવશે તે તો તેની ડ્રેસિંગ ટીમને પણ નહિ ખબર હોય અને તેના નવા નવા લુક તો લોકોની વિચારશક્તિ જ બહાર છે. બોલ્ડ અને રીવિલિંગ અવતારને કારણે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેંસેશન બની છે. ત્યાં તેના નવા અવતારે ચાહકો વચ્ચે ખલબલી મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by hotbody.babes (@awsome.body)

ઉર્ફી જાવેદનો નવો લુક ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહ્યો છે. ઉર્ફી જાવેદનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. તેની આ સ્ટાઇલ જોઇ બધા જ હેરાન રહી ગયા છે. આ લુકમાં ઉર્ફી જાવેદે તેની ઉપરની બોડીને ખાલી પાંખોથી છુપાવી છે. ટોપલે થઇને ઉર્ફી જાવેદે બ્લૂ પાંખો શરીર પર ચીપકાવી છે. આ લુકને પરફેક્ટ બનાવવા તેણે હાઇ હીલ્સ પહેરી છે. ઘણા લોકોને તેનો આ અંદાજ પસંદ ન આવ્યો અને તે લોકોએ ઉર્ફીને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

એકે લખ્યુ- આ શું જોઇ લીધુ, કપડા જોઇતા તો કહી દેતી. બીજાએ લખ્યુ- તુ કપડા પહેરે જ કેમ છે. એકે તો તેને એવું પણ કહી દીધુ કે,કબૂતર લાગી રહી છે. ત્યાં એક બીજા યુઝરે લખ્યુ- બધી મહિલા પાસે ફ્રીડમ વિંગ્સ હોય છે, તેને બસ ફેલાવવા અને ઉડાવવાની જરૂરત હોય છે. શાનદાર ઉર્ફી. આવું નથી કે ઉર્ફી જાવેદ પહેલીવાર ટોપલે થઇ છે. આ પહેલા પણ તે ઘણીવાર તેનો ટોપલે અવતાર બતાવી ચૂકી છે.

ઉર્ફી તેની ડ્રેસિંગ સ્ટાઇલ માટે અવાર નવાર ટ્રોલ થતી રહે છે. હાલમાં જ તેણે નખવાળો ડ્રેસ પહેરી લોકોના હોંશ ઉડાવી દીધા હતા. તે કેનના ઢાંકણાથી પણ બનેલ ટોપ પહેરી ચૂકી છે. ઉર્ફી જાવેદ સાઇકલની ચેનથી પણ તેનું ટોપ બનાવી ચૂકી છે અને તે ઘણીવાર તો ટોપલે અવતાર બતાવી ચાહકોનું દિલ પણ ધડકાવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina