ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ઉર્ફી તેના ડ્રેસિંગ સેન્સ માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે. હાલમાં જ ઉર્ફીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ફેન ઉર્ફી સાથે ફોટો પડાવવા માંગે છે. તે ઉર્ફીની પાસે આવે છે અને સેલ્ફી લેવા જાય છે, પરંતુ તેને સેલ્ફી લેવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. આ પછી, ઉર્ફી જાવેદ તેના હાથમાંથી મોબાઈલ લઈ લે છે અને તેના કપડાથી તેની સ્ક્રીન લૂછે છે અને પછી જાતે તે ફોનમાં સેલ્ફી લે છે.
ઉર્ફી જાવેદનો આ વીડિયો બોલિવૂડના ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, ઉર્ફી પીચ રંગના ક્રોપ ટોપ અને મેચિંગ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસને જોઈને તેનો એક ફેન સેલ્ફી ક્લિક કરવા પહોંચી જાય છે. જો કે, ફેનના ફોનમાં તસવીર સ્પષ્ટ નથી આવતી, ત્યારબાદ ઉર્ફી તે છોકરાનો ફોન તેના કપડાથી લૂછે છે અને આ જોઇને દરેકની આંખો પહોળી થઈ જાય છે. જે બાદ પેપરાજી પણ કહે છે, ‘ઓહ શું વાત છે.’
View this post on Instagram
આ પછી, અભિનેત્રી તેના અન્ય ફેન સાથે પણ ફોટા ક્લિક કરાવે છે. ઉર્ફીનો આ વીડિયો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે અને લોકો તેને લાઈક કરવાની સાથે ઝડપી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ઉર્ફી જાવેદના વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે, ‘હવે આ વ્યક્તિ તેના ફોનનું લેમિનેશન કરાવશે.’ બીજાએ લખ્યું, ‘ઓહ! આજે ઘણા કપડાં પહેર્યા છે. ઉર્ફી જાવેદની ફેશન સેન્સનો વિષય હવે રોજિંદી બાબત બની ગઈ છે. એવો કોઈ દિવસ નથી જ્યારે ઉર્ફીના આઉટફિટ પર કોઈનું ધ્યાન ન ગયું હોય અને ઉર્ફી ટ્રોલ ન થઈ હોય.
View this post on Instagram
ફરી એકવાર એવું જ બન્યું છે. તાજેતરમાં ઉર્ફીએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.ઉર્ફીના પેન્ટની સ્ટાઈલ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉર્ફીએ ખૂબ જ અલગ પ્રકારનું પેન્ટ પહેર્યું છે. ઉર્ફીના આ આઉટફિટને જોઈને તેના ચાહકો પૂછી રહ્યા છે કે તે તેના કપડા કેમ સિલાઈ કરે છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. જો કે, તે તેના અભિનય કરતાં વધુ અન્ય કારણોસર ચર્ચામાં રહે છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, ઉર્ફીએ નવી કાર ખરીદી છે. તેને પેપરાજીએ જયારે કાર સાથે સ્પોટ કરી ત્યારે લોકોની નજર ઉર્ફીની નવી કાર પર ઓછી અને તેના કપડા પર વધુ હતી. ઉર્ફી જાવેદે બેકલે બ્રાલેટ ડિઝાઈનનું ટોપ પહેર્યું હતુ. તેણે આ પેસ્ટલ કલરના ટોપ સાથે પલાઝો સ્ટાઇલ પેન્ટ પહેર્યું હતુ. આ ઉપરાંત ઉર્ફીએ વધારાનુ પેન્ટ પણ કેરી કર્યુ હતુ. ઉર્ફીની આ સ્ટાઇલ જોવા જેવી હતી. ઉર્ફીની ખાસ વાત એ છે કે તે દરેક સામાન્ય દેખાતા ફેશન આઉટફિટને પોતાનો અલગ અને અનોખો ટચ આપે છે. આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.
View this post on Instagram
ઉર્ફીના આ ડબલ પેન્ટ સ્ટાઈલના બોટમવેર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. લોકોએ તેને આ ફેશન પર ટ્રોલ પણ કરી છે. એક યુઝરે મજાકમાં લખ્યું- ‘જ્યારે તમે પેન્ટ ખરીદો અને તમારી માતા પણ તમારા માટે એ જ પેન્ટ ખરીદે…’ બીજાએ લખ્યું- ‘એક સાથે એક ફ્રી’. અન્ય યુઝરે લખ્યું – ‘એક ભીનું થશે તો બીજાનો ઉપયોગ કરશે.’ લોકો ઉર્ફીના પેન્ટની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકોએ તેને નવી કાર માટે અભિનંદન પણ પાઠવ્યા છે. ઉર્ફીએ જીપ કંપાસ ખરીદી છે. જો કે, ઉર્ફીની માલિકીની આ પહેલી લક્ઝરી કાર નથી. તેના કાર કલેક્શનમાં રેન્જ રોવર પણ સામેલ છે.