હાર્દિકને દિલ આપી બેઠી આ વિદેશી છોકરી, સાત સમુદ્ર પાર આવી કર્યા લગ્ન- આવી છે લવ સ્ટોરી

છોકરાને થયો 21 વર્ષની વિદેશી ગોરી સાથે પ્રેમ, ભારત બોલાવી કર્યા લગ્ન, આવી છે લવ સ્ટોરી

હાર્દિકના પ્રેમમાં નેધરલેન્ડથી ગામ આવી ગેબ્રિએલા, ભારત બોલાવી કર્યા લગ્ન, આવી છે લવ સ્ટોરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા કેટલાક સમયથી યુપી-બિહારના યુવાનોમાં વિદેશી મહિલાઓ પ્રત્યેનું આકર્ષણ જોવા મળી રહ્યુ છે અને આ જ કારણ છે કે અવાર નવાર એવા અહેવાલો સામે આવે છે કે યુપી-બિહારના યુવકોએ વિદેશી યુવતી સાથે લગ્ન કર્યા છે. કેટલીક વિદેશી મહિલાઓ તો ભારતમાં સ્થાયી થઈ ગઇ છે અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની દીવાની બની ગઈ છે.

યુપીના હાર્દિકને દિલ આપી બેઠી નેધરલેન્ડની ગેબ્રિએલા

હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો, જે યુપીના ફતેહપુરનો છે, જ્યાં હાર્દિક વર્મા નામના એક યુવકે નેધરલેન્ડની 21 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. યુપીના છોકરાએ તેની પ્રેમિકાને ભારત બોલાવી અને પછી અહીં ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હાર્દિક વર્માએ નેધરલેન્ડની મહિલા ગેબ્રિએલા ડૂડા સાથે હિંદુ પરંપરા મુજબ લગ્ન કર્યા.

હિંદુ રીતિ-રિવાજ અનુસાર કર્યા લગ્ન

આ કપલનો તેમના પરિવારના સભ્યોની હાજરીમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દુલ્હન ગેબ્રિએલા સુંદર લાલ લહેંગામાં સજ્જ જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કપલની લવ સ્ટોરી ત્યારે શરૂ થઇ જ્યારે હાર્દિકે નેધરલેન્ડની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી લીધો લગ્નનો નિર્ણય

જ્યારે તે એક સહકાર્યકર ગેબ્રિએલાને મળ્યો ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ અને ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ માટે ગેબ્રિએલા ભારત આવી અને પછી બંનેએ હિંદુ પરંપરા મુજબ લગ્ન કર્યા. ગેબ્રિએલાના માતા-પિતા અને કેટલાક પરિવારના અન્ય સભ્યો પણ લગ્નમાં હાજર રહ્યા હતા. ગેબ્રિએલાના પરિજનો પણ ભારતીય જમાઈ મળવાથી ખૂબ ખુશ હતા. જોકે, તેઓ 25 ડિસેમ્બરે નેધરલેન્ડ પરત ફરશે, જ્યાં તેઓ ગેબ્રિએલાના હોમટાઉનમાં એક ચર્ચમાં ખ્રિસ્તી રિવાજ મુજબ પણ લગ્ન કરશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina