જ્યારે એશ્વર્યા રાયની ભાભીના શ્રીમંતમાં પત્નિ સાથે પહોંચ્યા અમિતાભ બચ્ચન, સાડી અને ગજરામાં ખૂબસુરત લાગી બચ્ચન વહુ
બોલિવુડ એભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન હાલમાં તેની અપકમિંગ ફિલ્મનું શુટિંગ કરી રહી છે. ટાયરેક્ટર મણિરત્નમની ફિલ્મનું શુટિંગ આ દિવસોમાં હૈદરાબાદમાં ચાલી રહ્યુ છે. કેટલાક દિવસો પહેલા જ એશ્વર્યાના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ વચ્ચે એશ્વર્યા રાયની ભાભી એટલે કે શ્રીમા રાયના શ્રીમંતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે શ્રીમા રાયના શ્રીમંત ફંકશનમાં સંપૂર્ણ બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચન પત્નિ જયા સાથે આ ફંકશનમાં નજરે પડ્યા હતા. બચ્ચન પરિવાર અને રાય પરિવાર સાથે કયારેક જોવા મળે છે. જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે તેમાં અમિતાભ, જયા, કૃષ્ણરાજ રાય, વૃંદા રાય, અદિતી રાય, અભિષેક, એશ્વર્યા અને શ્રિમા રાય નજરે પડી રહ્યા છે.
અમિતાભ સફેદ કુર્તા-પાયજામાં નજરે પડી રહ્યા છે. ત્યાંજ જયા અને એશ્વર્યા સાડીમાં નજરે પડી રહ્યા છે. એશ્વર્યા સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી રહે છે અને તેેને આ સાથે જ માથામાં ગજરો પણ લગાવેલ છે. અભિષેક બચ્ચને સંબંધીઓ સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી.
તમને જણાવી દઇએ કે, એશ્વર્યા જયારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે વર્ષ 2011માં વચ્ચન અને રાય પરિવારે તેના માટે શ્રીમંતનું આયોજન કર્યુ હતુ. જયા બચ્ચન દ્વારા એશ્વર્યા રાય માટે આ ફંકશન તેમના બંગલા જલસામાં રાખવામાં આવ્યુ હતું.આ બાદ એશ્વર્યાની માતા વૃંદા રાયે બ્રાંદ્રાની એક હોટલમાં તેમની દીકરી માટે ફંકશનનું આયોજન કર્યુ હતું.
તમને જણાવી દઇએ કે, એશ્વર્યા રાયનો મોટો ભાઇ આદિત્ય રાયના લગ્ન મોડલ શ્રીમા સાથે થયા હતા. જે 2009માં મિસિસ ઇન્ડિયાની રનર અપ રહી ચૂકી છે. એશ્વર્યા અને શ્રીમા વચ્ચે એક સમાનતા છે કે તેઓ બંને મોડલિંગ કરિયર સાથે જોડાયેલી છે. બંને વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન શ્રીમાએ કહ્યુ હતુ કે, તે એશ્વર્યાને એક સુપરસ્ટારના રૂપમાં નથી દેખતી પરંતુ તે પહેલા તે એની નણંદ છે અને તેઓ ક્યારેય તેમની કામ બાબતે વાત નથી કરતા.