ફીસ જમા ન કરવા પર વિદ્યાર્થીઓને ધોમધખતા તડકામાં ઊભા રાખ્યા, પરીક્ષા પણ ના આપવા દીધી, ધ્રુસકેને ધ્રુસકે રડતા રહ્યા બાળકો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર સ્કૂલોની દાદાગીરી સહિત અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં યુપીના ઉન્નાવમાં ફીસ જમા ન થવા પર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાથી રોક્યા હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ રડતા રડતા સ્કૂલ પ્રબંધનની કરતૂત વ્યક્ત કરી હતી. ફીસ ન મળવા પર પૂરો દિવસ બાળકોને સ્કૂલ બહાર ઊભા રખાયા અને પેપર પણ ન આપવા દીધુ. બાળકો સ્કૂલ બહાર ઊભા રહી રડતા રહ્યા, જે બાદ પરિજનોએ પ્રબંધક પર સ્કૂલમાં બદહાલ વ્યવસ્થાનો આરોપ લગાવ્યો.

બાળક પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરંતુ તેમને પરીક્ષા આપવા દેવામાં ન આવી, બાળકોનો સ્કૂલ બહાર ઊભા રહી રડતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વિદ્યાર્થી રડતા ફીસ જમા કરવામાં 2 દિવસનું મોડુ થયુ હોવાનું જણાવી રહી છે. સાથે જ સ્કૂલમાં પૂરો દિવસ ઊભા રાખવાનો અને પેપર ન આપવા દેવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉન્નાવ જિલ્લા પ્રશાસને વાયરલ વીડિયોને સંજ્ઞાનમાં લીધો છે અને આ મામલે ડીએમ ઉન્નાવે એસડીએમને તપાસના આદેશ આપ્યા છે. જે બાદ એસડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી.

તપાસમાં કોલેજમાં માન્યતાને લગતી ઘણી ખામીઓ મળી આવી છે. આ મામલામાં SDMએ માન્યતા રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ મામલે બીજેપી સાંસદ વરુણ ગાંધીએ ટ્વીટ કરીને મેનેજમેન્ટ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. વરુણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આવી તસવીર સામે ન આવવી જોઈએ, તે જિલ્લાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની જવાબદારી છે. તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓએ માનવતાને ભૂલવી ન જોઈએ, શિક્ષણ એ કોઈ ધંધો નથી.

તમને જણાવી દઈએ કે બંગારામાઉ કોતવાલી વિસ્તારના મોહલ્લા વેસ્ટ ટોલાના રહેવાસી ગોવિંદ કુશવાહાની પુત્રી અપૂર્વા બંગારામાઉ શહેર દ્વારા સંચાલિત બાલ વિદ્યા મંદિરમાં ધોરણ 5ની વિદ્યાર્થીની છે. રડતી છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી બાળકીએ રડતાં રડતાં શાળા પ્રબંધનની વાત જણાવી. વિદ્યાર્થીનો વીડિયો જોઈને દરેક લોકો સિસ્ટમને કોસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે SDM બાંગરમાઉ ઉદિત નારાયણ સેંગરે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

સ્કૂલમાં પહોંચ્યા બાદ તેણે અનેક મુદ્દાઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટના ઓળખપત્રોમાં ખામીઓ જોવા મળી છે. આ સિવાય અન્ય ઘણી ખામીઓ પણ જોવા મળી છે. આ મામલે એસડીએમ બાંગરમાઈએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. માન્યતાના પેપરમાં ખામીઓ છે. માન્યતા રદ કરવાની કાર્યવાહી ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Shah Jina