ખબર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડ લાઈન, જાણી લો નહીં તો થશે પસ્તાવો

હાલ અનલોક-1 ચાલી રહ્યું છે. અનલોક 1 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ઘણી પ્રકારની છૂટછાટો આપવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

Image Source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેસ વધતા શુક્રવારે રાત્રે રેસ્ટોરેન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને ઓફિસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ પરિસરોમાં ફક્ત કોરોનાના લક્ષણ વિનાના લોકો અને એકવારમાં સીમિત સંખ્યામાં પ્રવેશ આપવા જેવી સાવધાની પર ભાર મુકવામાં આવ્યો છે.

Image Source

ચાર જૂનના રોજ મંત્રાલયે સરકારી તથા અર્ધસરકારી પરિસરો માટે સ્ટાડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી હતી. પરંતુ હવે લોકોને તેને સારી રીતે સમજાવવા માટે મંત્રાલયે રંગબેરંગી તસવીરોવાળા દિશા-નિર્દેશો નવા ફોર્મેટમાં જાહેર કર્યા છે.

Image Source

સામાન્ય રીતે નીચે આપવામાં આવેલી સાવધાની વર્તવા માટે કહ્યું

 • ચહેરો કવર કરવા માટે ફેસ માસ્ક અથવા કપડાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
 • સાબુ/સેનિટાઇઝરથી નિયમિત સમયે હાથ ધોતા રહેવું.
 • રૂમાલ તથા અન્ય વસ્તુઓ મોંઢા અને નાકને સારી રીતે કવર કરો.
 • સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો.
 • સાર્વજનિક સ્થાન પર થૂંકવાની સખત મનાઇ છે.
 • સાર્વજનિક સ્થળો પર પ્રવેશ માટે લાઇનમાં ઉભા રહેતી વખતે 6 ફૂટનું અંતર બનાવી રાખો.પરંતુ ધાર્મિક સ્થળમાં સાવધાનીઓથી વર્તવાનું રહેશે.

  Image Source

   

 • લક્ષણ વિનાના વ્યક્તિઓને જ મંદિરમાં પ્રવેશની અનુમતિ રહેશે.
 • સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.
 • એટ્રેંસ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય છે.
 •  જૂતા અથવા ચંપલ વાહન અથવા બહાર જ નિકાળવા પડશે.
 • સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ અનુસાર બેસવું પડશે.
 •  મૂર્તિ, દેવ પ્રતિમા અને પુસ્તકોને સ્પર્શ કરવાની અનુમતિ નહી હોય.
 • ગ્રુપમાં ભક્તિ સંગીત ગીત વગાડવાનું ટાળો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.