અનોખા લગ્ન! 34 ઈંચની કન્યાને 36 ઈંચનો વરરાજો, સેલ્ફી લેવા માટે થઈ પડાપડી

હાલમાં દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે જેના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. લગ્નમાં વર કન્યા સાથે મસ્તિ કરતા મિત્રોના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ આપણે કહેવત છે ને કે, લગ્નની જોડી ઉપરવાળાના હાથમાં છે. આવી જ એક જોડીની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. કારણ કે આ વર કન્યા કઈંક યુનિક છે.

અમે વાત કરી રહ્યા છીએ બિહારના ભાગરપુર જિલ્લામાં યોજાયેલા એક લગ્નની. જ્યાં એક 34 ઈંચની કન્યાના લગ્ન 36 ઈંચના વર સાથે થયા. આ લગ્નની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે. આ અનોખા લગ્નને સમગ્ર વિસ્તારમાં કુતુહલ જગાવ્યું છે. જ્યારથી આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ અંગે વિગતે વાત કરીએ તો ભાગલપુર જિલ્લામાં યોજાયેલા આ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, એ પણ કોઈ પણ  પ્રકારના આમંત્રણ વિના. આ વર કન્યાએ જેવા સાત ફેરા લીધા કે આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા. કારણ કે 36 ઈંચનો વરરાજો અને 34 ઈંચની કન્યાના લગ્ન કોઈએ ભાગ્યે જ જોયા હશે. આમંત્રણ વગર આવેલા હજારો લોકો આ નવ દંપત્તિ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

આ લગ્નમાં જાનથી લઈને ડિજે સુધી બધુ સામાન્ય લગ્નમાં હોય તેવું જ હતું, છતા પણ આ લગ્નની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. નવગછિયાના અભિયા બાજારમાં રહેતા કિશોરી મંડલની દીકરી મમતા 24 વર્ષની છે. તો બીજી તરફ મસારુના રહેવાસી બિંદેશ્વરી મંડલનો છોકરો મુન્ના ભારતી 26 વર્ષનો છે. આ બન્નેના અનોખા લગ્ન પુરા રિતરિવાજ સાથે કરવામાં આવ્યા.

આ લગ્ન બાદ જ્યારે નવદંપત્તિ તેમના સાસરે મસારુ ગામ પહોંચ્યા ત્યારે સાસરીપક્ષે મમતાનું ભવ્ય સ્વાગત કર્યું અને બન્નેને સારા ભવિષ્યની શુભકામના પાઠવી. આ લગ્ન અંગે વર કન્યાએ જણાવ્યું કે, અમે બન્ને લગ્ન કરવા માગતા હતા જેના વિશે અમે અમારા પરિવારને વાત કરી અને બન્ને પરિવાર મંજુરી આપી ત્યાર બાદ અમે લગ્ન કર્યા. મમતા અને મુન્નાએ જણાવ્યું કે અમે બન્ને આ લગ્નથી ખુબ ખુશ છીએ.

તમને જણાવી દઈએ કે, મુન્ના કોઈ પ્રાઈવેટ ડાન્સ એકેડમીમાં ડાન્સના ક્લાસ લે છે. તો બીજી તરફ મુન્ના અને મમતાના લગ્નના કારણે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છે. આ અંગે ગામના લોકોએ કહ્યું કે, સામાન્ય રીતે જ્યારે આવા સ્પેશ્યલ લોકોની સમાજમાં મજાક ઉડાવવામાં આવે છે, જો કે મમતા અને મુન્નાને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું, અમે બન્ને આગળની જિંદગી એક બીજા સાથે શાનથી જીવવા માગીએ છીએ. હાલમાં આ બન્ને નવદંપત્તિને ચારોકોરથી શુભકામના મળી રહી છે.

YC