...
   

દ્વારિકામાં આહીર સમાજના અગ્રણીની દીકરીના લગ્નમાં જોવા મળ્યો રજવાડી ઠાઠમાઠ, 500 ગાડીઓના કાફલા સાથે આવી ગઈ જાન, જુઓ નજારો

રાજકોટમાં અંબાણી જેવા મોંઘાદાટ લગ્ન: ફુલેકામાં રૂપિયાનો વરસાદ, 200 કિલો ઘરેણા પહેરીને રમ્યા રાસ ગરબા

Unique wedding held in Dwarika : હાલ દેશભરમાં લગ્નનો માહોલ શરૂ થઇ ગયો છે અને ઠેર ઠેર લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેટલાક એવા શાહી લગ્નોની ખબર પણ સામે આવતી હોય છે જેનો વૈભવ જોઈને આંખો અંજાઈ જાય. હાલ પણ એક એવા જ લગ્નની ખબરે લોકોમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે, જેમાં 2 હાથી અને 500 ગાડીઓના કાફલા સાથે ઝાંઝરમાન જાન આવી પહોંચી હતી અને આ જાને સ્થાનિક લોકોમાં પણ ગજબનું કૌતુક જન્માવ્યું હતું.

500 કારના કાફલા સાથે આવી જાન :

આ લગ્ન હતા દ્વારિકા જિલ્લાના આહીર સમાજના અગ્રણી એવા  રામશી ગોરીયાની દીકરી કેયૂરીના. જેમાં હાથી, ઘોડા અને 500 કારના કાફલા સાથે જાન આવી પહોંચી હતી. આ લગ્નમાં રાજકોટથી દત્રાણા જાન આવી પહોંચી હતી. આ શાહી લગ્નમાં રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી અને નવદંપતિને આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

ફુલેકામાં 200 કિલો સોનાના ઘરેણાં સાથે જોડાઈ મહિલાઓ :

રાજકોટના મોટા ઉદ્યોગપતિ અને આહીર સમાજના અગ્રણી એવા ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ હેરભાના પુત્ર સત્યજિતના લગ્ન કેયૂરી સાથે યોજાઈ રહ્યા હતા. આ લગ્નનું ફુલેકુ પણ રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં આહીર સમાજની મહિલાઓએ ફેશનેબલ કપડાં પહેરવાને બદલે પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને 200 કિલોથી વધુના ઘરેણા સાથે કેડે શસ્ત્ર પણ ધારણ કર્યું હતું. આ ઉપરાંત ફુલેકામાં કાઠીયાવાડી પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.

ફુલેકુ રાજકોટમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર :

સમાજની સ્ત્રીઓએ ભારે વજનના ઘરેણાં પહેરીને ગરબે ઘૂમીને સમાજને પાશ્ચાત્ય સંસ્કૃતિની આંધળી દોટમાં થીમ બેઝ્ડ અને ડેસ્ટિનેશન વેડિંગ જેવા ખોટા દેખાડાને બદલે ભારતીય સંસ્કૃતિ કે જે વૈવિધ્યસભર છે, તે મુજબ લગ્ન સમારંભની ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી હતી.   આ કાર્યક્રમ માટે ખાસ મુંબઇથી નાસીકના ઢોલીને બોલાવ્યા હતા. ઘોડાગાડી, બગી, વિન્ટેજ કાર સાથે ફુલેકુ નીકળ્યું હતું અને 3000થી વધુ લોકો ફુલેકામાં જોડાયા હતા.

Niraj Patel