ફૂલ સ્પીડથી આવતી ઓડી કાર થઇ બેકાબૂ, 11 લોકોને ટક્કર વાગતા હવામાં ફંગોળાયા, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

રાજય સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી ઘટનામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી રહી છે, જેમાં એક ઓડી કાર રસ્તા પર મોત બનીને દોડી હતી. આ કાર એટલી સ્પીડમાં હતી કે તેણે જેને ટક્કર મારી તે લોકો હવામાં ફંગોળાયા હતા અને આ દુર્ઘટનામાં એક 16 વર્ષના યુવકનો જીવ જતો રહ્યો છે અને 9-10 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલિસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

જોધપુરના એઈમ્સ રોડ પર આજે એક હાઈસ્પીડ ઓડી કાર જોવા મળી હતી. એઈમ્સ રોડ રોડની બાજુમાં બનેલી ઝૂંપડપટ્ટીમાં બેઠેલા લોકોને ઝડપથી આવતી ઓડીએ કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 9-10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બેની હાલત નાજુક હોવાનું હાલ સામે આવ્યુ છે. હાલ પોલીસે ઓડી કાર સહિત ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગઇકાલે એટલે કે મંગળવારે સવારે લગભગ 11 વાગે ફૂલ સ્પીડમાં આવતી ઓડી કાર બેકાબૂ થઈને રોડની બાજુની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન કાર ચાલકોની સાથે ઝૂંપડપટ્ટીમાં બેઠેલા લોકોને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું જેની ઉંમર 16 વર્ષની હતી.. ત્યાં, કેટલાક લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોધપુર પ્રવાસે પહોંચેલા સીએમ અશોક ગેહલોત પણ દુર્ઘટનાની જાણકારી મળતા જ સીધા એઈમ્સ પહોંચ્યા. અહીં સીએમ ગેહલોત ઘાયલો અને તેમના પરિવારજનોને મળ્યા હતા. તેમજ પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી પણ લીધી હતી. આ દરમિયાન સીએમ અશોક ગેહલોતે પ્રશાસનને મૃતકોના આશ્રિતોને 2 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1-1 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની સૂચના આપી હતી.

Shah Jina