લગ્નમાં DJ પર રોમેન્ટિક થઇ ગયા મમ્મી-પપ્પા, દીકરાનું રિએક્શન થઇ ગયુ વાયરલ

લગ્નમાં રોમેન્ટિક થઇ આ અંકલ-આન્ટીએ કર્યો એવો ધાંસૂ ડાન્સ કે વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયાએ વાયરલ વીડિયોનું મોટુ હબ છે. લગભગ દરરોજ સેંકડો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવે છે, જે વાયરલ થઇ જતા હોય છે. આવા વીડિયોમાં ઘણા ફની, તો ઘણા પ્રાણીઓના કે પછી ઘણા લગ્નના હોય છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્ન સાથે જોડાયેલ અનેક વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર સામે આવે છે.

જેમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રીથી લઇને જીજા-સાળીની મસ્તી દિયર-ભાભીના ડાન્સ, બાપ-દીકરીના ડાન્સ કે પછી દુલ્હા દુલ્હનનું સંગીત નાઇટમાં પરફોર્મન્સ જેવા અનેક હોય છે. આમ તો સોશિયલ મીડિયા પર ડાંસના ઘણા વીડિયો સામે આવે છે, પણ તેમાંના કેટલાક જ એવા હોય છે જે લોકોને પસંદ આવે છે અને વાયરલ થઇ જાય છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં એક કપલ લગ્નમાં DJ પર સારે જગ સે નિપટ લૂં અકેલી..ગીત પર રોમેન્ટિક ડાંસ કરતુ નજર આવે છે.

જેવો જ કપલના દીકરા પર કેમેરો જાય છે તો તેનું રિએક્શન જોવાલાયક હોય છે. ઘણા લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે છોકરો શરમાઇ ગયો, તો ઘણા એવું કહી રહ્યા છે કે અંકલ-આન્ટીની જોડીને કોઇની નજર ના લાગે. આ વીડિયોને ઇન્સ્ટા પર @itisrealrupesh નામના એકાઉન્ટ દ્વારા 19 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પર અત્યાર સુધી 3 લાખથી વધારે વ્યુઝ અને 28 હજારથી વધારે લાઇક્સ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Rupesh (@itisrealrupesh)

Shah Jina