યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પરત ફરી રહ્યા છે ત્યારે આ યુવાન દીપડા અને બ્લેક પેન્થરના કારણે પરત આવવાની ના પાડે છે, જાણો દિલચસ્પ કારણ

યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ વહેલી તકે ભારત આવવા માંગે છે. ભારતમાંથી મોટાભાગના લોકો સુરક્ષિત પરત ફર્યા છે. ઘણા પોતાના પાલતુ પેટ સાથે પણ ભારત પરત ફર્યા છે. તો  કેટલાક બિલાડી લઈને પાછા ફર્યા છે તો કેટલાક પેટમાં કૂતરો લઈને આવ્યા છે. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તનુકુ નગરના વતની ડૉ. કુમાર બાંદી કિવથી 850 કિમી દૂર ડોનબાસમાં તેમના ઘરના બંકરમાં રહે છે.

કુમાર ભારત આવવા માંગતો નથી કારણ કે તે તેના બે પેટને પાછળ છોડવા માંગતો નથી. તેના બે પેટમાં એક દીપડો અને બીજો બ્લેક પેન્થર છે. ડૉ. કુમાર વ્યવસાયે યુટ્યુબર પણ છે, તેઓ પોતાની મોટી બિલાડીઓ સાથે રહેતા અને ઘણી વાર તેમને બહાર ફરવા લઈ જતા હોવાના વીડિયો અપલોડ કરતા રહ્યા છે.

કુમારે કહ્યું, “હું યુક્રેન છોડવા માંગતો નથી કારણ કે ત્યાં મારા પાલતુની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોય.” તેઓ દાવો કરે છે કે તેમની પાસે રહેલી જગુઆર પ્રજાતિ વિશ્વની દુર્લભ પ્રજાતિઓમાંની એક છે. કુમાર 15 વર્ષ પહેલા MBBS કરવા માટે યુક્રેન ગયો હતો અને ત્યાં મેડિકલ પ્રેક્ટિશનર તરીકે સ્થાયી થયો હતો. તેણે ચાર તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો, જે રિલીઝ ન થઈ. તેણે તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાની ટીવી સિરિયલોમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. ડૉ. કુમારે યુક્રેનમાં કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

કુમાર બાળપણથી જ પાલતુ પ્રાણીઓનો પ્રેમી છે, તેણે તેલુગુ ફિલ્મ જોયા પછી મોટી બિલાડીઓને પાળતુ પ્રાણી તરીકે ઉછેરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેણે શરૂઆતમાં બંગાળના વાઘ અથવા એશિયાટિક સિંહને તેના પાલતુ તરીકે રાખવાનું વિચાર્યું હતું, તેને તેને એક  ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ફિલ્મો જોઈને મને દીપડાને પાળવાનું મન થયું હતું, પરંતુ ઓફિશિયલ અનુમતિ ન મળી, કારણ કે બિગ કેટ્સને પ્રોપર જમવાનું આપવું આર્થિક રૂપે સક્ષમ નહોતું, તેથી મેં દુર્લભ બ્રીડમાંથી એક જેગુઆરની પસંદગી કરી. મને અધિકારીઓએ જેગુઆર રાખવાનું લાઈસન્સ પણ મળ્યું.

કુમાર દાવો કરે છે કે તેમની પાસે જે જગુઆર પ્રજાતિ છે તે વિશ્વની દુર્લભ પ્રજાતિઓમાંની એક છે. આવા માત્ર 21 પ્રકારો છે અને તેમાંથી એક કુમાર પાસે છે. આ પ્રજાતિને વાઘ અને સિંહ જેવી મોટી બિલાડીઓમાં ભયજનક જાતિઓમાંની એક ગણવામાં આવે છે. કુમારે તેના પાલતુ નર જગુઆરનું નામ યગવાર રાખ્યું છે. કુમારે કહ્યું કે ‘જો હું તેમને છોડીશ, તો તેઓ ચોક્કસ મૃત્યુ પામશે, અને હું તે સહન નહિ કરી શકું, હું મારા છેલ્લા શ્વાસ સુધી તેમની સંભાળ રાખીશ અને જો હું મરીશ, તો હું તેમની સાથે મરીશ. તેમનો મુખ્ય હેતુ આ લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવાનો છે.”

Niraj Patel