જોધપુરમાં ગુજરાતીના લગ્નનો વૈભવી ઠાઠ, રજવાડી થીમ ઉપર થયું બૉલીવુડ નાઈટનું આયોજન, ઐશ્વર્યાના તાલ ઉપર મન મૂકીને ઝૂમ્યા, જુઓ તસવીરો

ગુજરાતીઓનો ડંકો દુનિયાભરમાં વાગે છે, એ પછી નવરાત્રીનો તહેવાર હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગ. છેલ્લા થોડા સમયથી એક ગુજરાતની લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસેમાં રવિવારથી લઈને મંગળવાર સુધી યોજાઈ રહ્યા છે. જેની ઘણી તસવીરો પણ સામે આવી રહી છે.

રાજકોટના ઉકાણી પરિવારના દીકરા જય ઉકાણીનો ત્રી દિવસીય લગ્ન ઉત્સવ રાજકોટના ઉમેદભવનમાં યોજાઈ રહ્યો છે. આજ જગ્યા ઉપર બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પણ લગ્ન યોજાયા હતા. શનિવારના રોજ બંને સંબંધીઓના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા.

જ્યા તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી.

ત્યારે આજે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવતા જોવા મળવાના છે. ઉકાણી પરિવારના આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

ગઈકાલે યોજાયેલી ગરબા નાઈટમાં પણ ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સુર-તાલનો રંગ જમાવી દીધો હતો. ઐશ્વર્યાએ તેની સ્ટોરીમાં આ પ્રસંગની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે આ કાર્યક્રમ કેટલો અદભુત અને વૈભવી હશે.

ઉકાણી પરિવાર દ્વારાકાધીશ શ્રી કૃષ્ણમાં ખુબ જ આસ્થા ધરાવે છે. ત્યારે સ્વાભાવિક છે કે મહેંદી અને સંગીત રસમની શરુઆત દ્વારાકાધીશ શ્રી કૃષ્ણની આરાધના સાથે થાય. શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય ઉકાણી અને પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા, જ્યાં પહોંચતાં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહેમાનોનું સ્વાગત પ્રથમ પતિયાલા બેન્ડ પછી રોયલ નગારાં અને બ્યૂગલથી કરવામાં આવ્યું હતું, સાથે જ પેલેસની અંદર પ્રવેશ કરતાં રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા હતા. આ લગ્ન સમારંભની ખાસ બાબત છે કે એ ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે.

તો સામે આવેલી તસ્વીરોમાં જાનૈયાઓ રાજસ્થાની રંગાયેલા પણ જોવા મળી રહ્યા છે. જાનૈયાઓએ માથે રજવાડી પાઘડી મૂકી છે. જે તસવીર મંડપ મુહૂર્ત દરમિયાનની જોવા મળી રહી છે. જેમાં સૌના ચહેરા ઉપર પ્રસન્નતા પણ છલકાઈ રહી છે.

તો મંડપ મુહૂર્ત વિધિમાં વરરાજા જય ઉકાણી અને તેમની થવા વાળી પત્ની હિમાંશી પટેલ પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. તે બંનેનો ચેહરો ખુશીથી ચમકી રહ્યો હતો, તો તેમની તસ્વીરોમાં તેમનો પહેરવેશ પણ રોયલ હતો.

 

Niraj Patel