ગુજરાતની મુલાકાતે આવેલા UKના PMને ગમી ગયું બુલડોઝર, હાલોલ પ્લાન્ટમાં કરી સવારી, જુઓ વીડિયો

હાલ દેશભરમાં બુલડોઝરની ચર્ચાઓ ઠેર ઠેર ચાલી રહી છે, યુપી અને એમપી બાદ હવે બુલડોઝરની ચર્ચા ગુજરાતમાં પણ પહોંચી ગઈ છે, ત્યારે આ બધા વચ્ચે જ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ગુજરાતની અંદર બુલડોઝરની સવારી કરી હતી અને તેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ હાલ ભારતના બે દિવસીય પ્રવાસ પર છે. ગુરુવાર સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેના બાદ તેમને અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ દરમિયાન તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે હાલોલમાં JCBના પ્લાન્ટની મુલાકાત લેવા માટે પણ પહોંચ્યા હતા અને ત્યાં તેઓ બુલડોઝર ઉપર ચઢી ગયા હતા.

અહીંયા તેમણે બુલડોઝરની સવારી કરી, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોનસન ભારતની બે દિવસની મુલાકાતે છે. તેમણે તેમનો પહેલો દિવસ ગુજરાતમાં વિતાવ્યો હતો. શુક્રવારે નવી દિલ્હીમાં તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જ્હોન્સન વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળવાના છે.

યુકેના પીએમ બોરીસે હાલોલમાં નવી જેસીબી ફેક્ટરીમાં જોન્સન પોતે જેસીબી ચલાવતા હતા. જેસીબી બ્રિટિશ કંપની છે. જોન્સને ફેક્ટરીમાં કામ કરતા કામદારો સાથે વાત કરી. બ્રિટિશ પીએમને જેસીબી ફેક્ટરી સુધી લઈ જવા માટે ભારતીય સેનાના ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોનસન ગુરુવારે સવારે અમદાવાદ બાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાર બાદ તેઓ સાબરમતી આશ્રમ ગયા હતા જ્યાં તેમનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્વાગત કર્યું હતું. જોનસન અહીં લગભગ 30 મિનિટ રોકાયા હતા. મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, જોનસન ‘હૃદય કુંજ’ ગયા જ્યાં મહાત્મા ગાંધી રહેતા હતા. ત્યારબાદ તેઓ ‘મીરા કુટીર’ ગયા જ્યાં ગાંધીજીના અંગ્રેજ અનુયાયી મીરાબેન અથવા મેડલિન સ્લેજ રહેતા હતા.

યુકેના વડા પ્રધાન બોરિસ જોનસને અમદાવાદના સાબરમતી આશ્રમમાં સ્પિનિંગ વ્હીલ ફેરવ્યુ હતુ. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જોનસનને ભેટમાં  આપવામાં આવેલા પુસ્તકોમાં ‘ગાઈડ ટુ લંડન’ છે. જે અપ્રકાશિત છે અને લંડનમાં કેવી રીતે રહેવું તે અંગે ગાંધીજીના સૂચનો ધરાવે છે. બીજું પુસ્તક મીરાબેનની આત્મકથા ‘ધ સ્પિરિટસ પિલગ્રિમેજ’ છે.

Niraj Patel