રાજકોટ હિટ એન્ડ રન: પુરપાટ ઝડપે દોડી આવતી કરે બે બાઈક સવારને અડફેટે લીધા, બંને યુવકોના દુઃખદ મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણીવાર ઓવર સ્પીડના કારણે ઘણા લોકો અકસ્માત સર્જતાં હોય છે અને આવા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક પુરપાટ ઝડપે ચાલી રહેલી કારે બે બાઈક સવારને અડફેટે લેતા બંને યુવકોના મોત થયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં ગોંડલ રોડ નજીક બેફામ કાર ચલાવી રહેલા કાર ચાલકે બે બાઈક સવારને ઉડાવીઉ દીધા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બંને યુવકોના મોત નિપજ્યા હતા. ઘણાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

ઘટનાને લઈને લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા. તેમજ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક હળવો કરાવી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જેના બાદ આસપાસ લાંગાએલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અકસ્માત સર્જનારા કાર ચાલકની તપાસ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ સંતોષ ઉર્ફે બાબુરાવ અને સુનિલ ઉર્ફે સોનુ બજરંગી વર્મા છે. જે બંને યુવકો પાવભાજીની દુકાનમાં નોકરી કરતા હતા, ગત રોજ રાત્રે તેમની નોકરી પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને કચડી નાખ્યા હતા. હાલ પોલીસ એ તપાસમાં પણ લાગી છે કે આ અકસ્માત ક્યાં કારણો સર સર્જાયો.

Niraj Patel