વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં બાળકે લીલા રંગની થઇ ઉલ્ટી અને અસહ્ય દુખાવો.. ચિંતામાં આવેલા પિતાએ….

બાળકને પેટમાં અસહ્ય દુઃખાવો, લીલા રંગની ઊલટી કરી, આંતરડામાંથી એવું મળ્યું કે ડોક્ટર પણ ધ્રુજી ઉઠ્યા, જુઓ

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને ઘણીવાર તેઓ કેટલાક એવા કામ કરી બેસતા હોય છે જેના કારણે વાલીઓનો જીવ પણ તાળવે ચોંટી જતો હોય છે. ઘણા બાળકો રમતા રમતા કોઈ એવી વસ્તુઓ ગળી જતા હોય છે જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે અને તેમને તાત્કાલિક સારવાર માટે પણ લઇ જવા પડતા હોય છે. ઘણીવાર આવી ઘટનાઓ બાળક માટે જીવલેણ પણ સાબિત થતી હોય છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક નાનું બાળક રમતા રમતા મેગ્નેટિક બોલ ગળી ગયું અને તેના કારણે તેના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદમાં એક બે વર્ષનું નાનું માસુમ બાળક રમતા રમતા 5 નાના મેગ્નેટિક બોલ અને નટ બોલ્ટના સેટમાંથી એક નટ ગળી ગયું હતું. જેના કારણે તેના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા.

બળને લીલા રંગની ઉલ્ટી થતી હતી સાથે જ પેટમાં અસહ્ય દુખાવો પણ થઇ રહ્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી. જેમાં પેટમાં મગ્નેટિક બોલ હોવાનું સામે આવ્યું હતું. જેના અબ્દ ડોક્ટર દ્વારા તેની સર્જરી કરવામાં આવી અને દોઢ કલાકની સર્જરી બાદ બાળકના પેટમાંથી મેગ્નેટિક બોલ અને નટને દૂર કરવામાં આવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે બાળકના પિતાએ જણાવ્યું કે તેમનો 9 વર્ષનો મોટો દીકરો રમવા માટે આ મેગ્નેટિક બોલ લાવ્યો હતો. જેને તેનો નાનો ભાઈ રમત રમતમાં જ ગળી ગયો હતો. ડોકટરે જણાવ્યું કે આ બોલ નાના આંતરડામાં એકબીજા સાથે જોડાઈને સફાઈ ગયા હતા જેના કારણે બાળકને અસહ્ય દુખાવો પણ થઇ રહ્યો હતો. આ ઉપરાંત ડોકટરે બાળકોને આવી ગમ્ભીર વસ્તુઓ અને રમકડાંથી દૂર રાખવાની પણ સલાહ આપી.

Niraj Patel