મહિલા શિક્ષકોએ પેશ કરી માનવતાની મિશાલ, ઘર વિનાના લોકો માટે કર્યુ એવું કામ કે જાણી થશે ગર્વ

માણસાઇ આનું જ નામ છે ! ઘર વિના રહી રહ્યા હતા બાળકો, કેરળની મહિલા શિક્ષકોએ એવું કામ કર્યું કે ઉભા થઈને સલામ કરશો

દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જે નિસ્વાર્થ ભાવે કામ કરે છે. લોકોની મદદ કરવી તેમના માટે પહેલો ધર્મ હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે, તેમની કહાનીઓ સામે આવતા જ લોકોને તેમના પર ગર્વ થાય છે. કેટલીક કહાનીઓ એવી હોય છે, જે દિલને સ્પર્શી જાય. આવી જ એક કહાની સામે આવી છે. મહિલા શિક્ષકોએ બેઘર લોકો માટે ઘર બનાવી દીધા અને એ સાબિત કરી દીધુ કે માણસાઇથી મોટો કોઇ ધર્મ નથી હોતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એક સ્કૂલની પ્રધાનાચાર્ય સિસ્ટર અને તેમના સહકર્મીએ સ્કૂલના શિક્ષકો અને સમ્પન્ન વિદ્યાર્થીઓના પરિજનોથી મદદ લઇ આ નેક કામ કર્યુ.

ઘર વિનાના લોકો માટે ઘર બનાવવાની શરૂઆત સ્કૂલના જ એક ગરીબ બાળકથી થઇ હતી. જેની પાસે રહેવા માટે ઘર નથી. મહિલા શિક્ષકોએ આ વાતને ગંભીરતાથી લીધી અને બધા સાથે આના સંદર્ભે વાત કરી. અંતમાં તેઓ આ બાળક માટે ઘર બનાવવામાં સફળ રહ્યા.

જણાવી દઇએ કે, આ કહાની કેરળના કોચ્ચિની છે. અહીની એક સ્કૂલના પ્રધાનાચાર્ય સિસ્ટર લિજી  ચક્કલકલ અને તેમની એક સાથી શિક્ષિકાએ આ સરાહનીય કામ કર્યુ છે. સિસ્ટર લિજી ચક્કલકલ કહે છે કે, તેમને ખબર પડી હતી કે તેમના સ્કૂલમાં એક એવો વિદ્યાર્થી છે જેની પાસે રહેવા માટે ઘર નથી. તેની મદદ કરવા માટે તેમણે ચંદાથી રકમ જમા કરી અને તેને ઘર બનાવી આપ્યુ, જયાં તે તેના પરિવાર સાથે રહે છે. તે બાદ તો આ કામ શરૂ થઇ ગયુ અને તેમણે લોકોની મદદથી પૂરા 150 ઘર બનાવ્યા.

મહિલા શિક્ષકે ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, તેમને લોકો પાસે મદદની અપીલ કરી. તે બાદ કેટલાક લોકો આગળ આવ્યા અને સંભવ મદદ કરી. કેટલાક લોકોએ પોતાની જમીન દાનમાં આપી દીધી, જેની પર ઘર બનાવવામાં આવ્યા. તેમણે કહ્યુ કે, અમે પહેલા આ ઘર વિદ્યાર્થીઓના પરિવારના આપ્યા, જેની પાસે જમીન તો હતી પરંતુ રહેવા માટે ઘર ન હતુ. હવે આ ઘર બેઘર લોકો માટે છે.

Shah Jina