નાના દીકરાના અંતિમ સંસ્કાર કરીને ઘરે આવેલા પિતાને મોટા દીકરાની ચિતા પણ શણગારવી પડી, થોડા જ દિવસમાં પિતાએ પણ કહ્યું દુનિયાને અલવિદા

કોરોનાના કારણે કેટલાય પરિવાર ઉજળી ગયા છે, રોજ બરોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં કેટલીય એવી ખબરો સામે આવે છે જે આપણા હોશ ઉડાવી દે છે, એવું જ એક ખબર સાંભળીને તમારું હૈયું પણ ધ્રુજી ઉઠશે.ગ્રેટર નોઈડાના જલાલપુર ગામની અંદર માત્ર 8 જ કલાકની અંદર એક જ પરિવારના બે સગા ભાઈઓના નિધનથી પરિવાર હચમચી ઉઠ્યું હતું, જેના થોડા દિવસ બાદ દીકરાઓની અર્થીને કાંધો આપેલા પિતાનું પણ નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપુર ગામના નિવાસી અતર સોનહના ત્રણ દીકરામાંથી બે દીકરા દિપક અને પંકજનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ નિધન થઇ ગયું હતું. હજુ તો પિતા નાના દીકરાના અંતિમ વિધિ પૂર્ણ કરીને ઘરે આવ્યા હતા ત્યાં મોટા દીકરાની પણ તબિયત ખરાબ થઇ અને થોડા જ સમયમાં તેને પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. માત્ર 8 જ કલાકમાં પરિવાર માથે દુઃખનું સંકટ આવી પડ્યું હતું.

એક જ દિવસમાં બે દીકરાના મોતના કારણે પિતા અતર સિંહ તૂટી ગયા હતા. સદમાંના કારણે તેમની તબિયત પણ સતત બગડતી રહી હતી. તબિયત વધારે ખરાબ થવાના કારણે તેમને ગામની જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેમને મિલ્ક ગામની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

16 મેના રોજ હાલત વધારે બગડવા ઉપર તેમને સરકારી હોસ્પિટલમાં ભરતી કરવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. એમ્બ્યુલન્સ પણ ગામની અંદર આવી ગઈ હતી. પરંતુ પરિવારજનોએ મોકલવાની ના પાડી દીધી. શુક્રવારના રોજ અતર સિંહને ખેરપુર ગુર્જર પાસે એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. મોડી રાત્રે લગભગ એક વાગે તેમને ગંભીર હાલતમાં નોઈડાના મેટ્રો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં શનિવારના રોજ તેમનુ પણ નિધન થઇ ગયું.

ગામના લોકોએ જણાવ્યું કે અતર સિંહની પત્નીનું ત્રણ વર્ષ પહેલા બીમારીના કારણે નિધન થઈ ગયું હતું. અતર સિંહ જ પોતાના બાળકોનું પાલન પોષણ કરતા હતા. કોરોનાએ આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો. એક સાથે ત્રણ સદસ્યોના મોતથી પરિવાર તૂટી ગયો છે. સૌથી મોટા દીકરા દિપકને ડીજેનું કામ હતું. તેને લગ્ન નહોતા કર્યા. તેના નાના દીકરા પંકજના લગ્ન થઇ ગયા હતા.  તેની પત્નીને એક દીકરો અને એક દીકરી પણ છે. સૌથી નાના દીકરા ભારતના પણ લગ્ન થઇ ગયા છે. તે અધિવક્તા છે. અત્યાર સુધી ઘર ખર્ચ છોકરાની કમાણી અને અતર સિંહના પેંશન ઉપર ચાલી રહ્યો હતો. અતર સિંહ દિલ્હીના એક સરકારી વિભાગમાં સેવા નિવૃત્ત હતા.

Niraj Patel