ખબર

કેનેડામાં રહેતા મહેસાણાના બે યુવાનો દરિયા પાસે ઉભા હતા અને અચાનક જ એકનું મૃત્યુ થયું, કારણ જાણીને ચોંકી જશો

આપણા દેશની અંદરથી ઘણા લોકો વિદેશમાં ભણવા અને કમાવવા માટે જતા હોય છે, આપણા ગુજરાતમાંથી પણ ઘણા લોકો વિદેશમાં ગયા છે, ત્યારે વિદેશમાં રહેતા લોકોને ત્યાં કોઈ અકસ્માત કે તેમની હત્યા થવાની ઘટનાઓ સામે આવતા ભારતમાં રહેતા લોકો પણ આઘાતમાં સરી પડે છે. ત્યારે હાલ એક એવો જ મામલો કેનેડામાંથી સામે આવ્યો છે.

કેનેડાની અંદર દરિયામાં નાહવા માટે ગયેલા બે ભાઈ દરિયામાં જ ડૂબી ગયા હતા, જેના કારણે એક ભાઈનું મોત થયું અને બીજા ભાઈની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઝરીન બારોટ નામનો યુવક તેના ભાઈ સાથે સમુદ્રની નજીક આવેલી ઊંચાઈ વાળી જગ્યા પર ગયા હતા, જ્યાંથી અચાનક પગ લપસતા એક ભાઇ સમુદ્રમાં ડૂબ્યો હતો. જેને જોઇ બીજો ભાઈ પણ સમુદ્રમાં કૂદયો હતો અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં ઝરીન બારોટ નામના યુવકનું સમુદ્રમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે બચાવવા ગયેલ ભાઇની હાલત ગંભીર છે.

આ ઘટનાની જાણ મહેસાણામાં રહેતા તેમના પરિવારને થતા જ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પરિવાર પણ દીકરાના નિધનની જાણ થતા જ કેનેડા જવા માટે રવાના થયો છે. આ પરિવાર મૂળ મહેસાણાનો હતો અને બંને યુવકો કેનેડામાં સ્થાઓ થયા હતા, આ સમગ્ર ઘટના કેનેડાના પેગી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે એ પણ જાણવા મળ્યું છે કે બંને યુવકો દરિયામાં કોઈ ખડક ઉપર ઉભા હતા તે દરમિયાન જ એક ભાઈનો પગ લપસ્યો હતો અને બીજો ભાઈ તેને બચાવવા માટે ગયો હતો. પરંતુ ઝરીનનું આ દુર્ઘટનામાં મોત થયું હતું, જયારે બીજા ભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.