બે બે પતિ હોવા છતાં પણ આ મહિલા શોધી રહી છે તેના માટે ત્રીજો પતિ, બંને પતિ સાથે છે ખુશ છતાં પણ કેમ લીધો આવો નિર્ણય ? જાણો સમગ્ર મામલો

બંને પતિઓના કારણે ડીપ્રેશનમાંથી બહાર આવી ગઈ મહિલા, હવે કરી રહી છે ત્રીજી વ્યક્તિની શોધ… કારણ જાણીને હેરાન રહી જશો…

આજના સમયમાં સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ ઓગળી રહ્યો છે. ઘણા કિસ્સાઓ તમે જોયા હશે જેમાં એક સંબંધમાં હોવા છતાં પણ ઘણા લોકો બીજા સંબંધમાં બંધાતા હોય છે. ત્યારે હાલ જે કિસ્સો સામે આવ્યો છે તેને જાણીને તો તમે પણ હેરાન રહી જશો. કારણ કે એક મહિલા પોતાના બે પતિ સાથે ખુશ હોવા છતાં પણ ત્રીજો પતિ શોધી રહી છે. (Image Credit: Social Media)

બ્રાઝિલની એક 27 વર્ષની મહિલાએ કહ્યું કે બે પતિ હોવાને કારણે તેને ડિપ્રેશન દૂર કરવામાં મદદ મળી છે. તે પહેલાથી જ બે સાથે રહેતી હતી પરંતુ હવે ત્રીજી વ્યક્તિને તેના જીવનમાં લાવવાનું વિચારી રહી છે. આ મહિલાનું નામ લેરી ઈન્ગ્રીડ છે અને તે સોશિયલ મીડિયા સ્ટાર છે.

લેરી ઈન્ગ્રીડને લોકો લારિસાના નામથી પણ ઓળખે છે. લારિસા ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અહીં તે પોતાની લવ લાઈફ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર લારિસાના 3 લાખ 60 હજાર ફોલોઅર્સ છે. લારિસા કહે છે કે તે તેના બંને પતિ સાથે ખૂબ જ ખુશ છે. લારિસાનો પહેલો પતિ ઇટાલો સિલ્વા 25 વર્ષનો છે અને બીજો પતિ જોઆઓ વિક્ટર 18 વર્ષનો છે. લારિસાને સિલ્વાને એક દીકરી છે,

જ્યારે જોઆઓને એક પુત્ર છે. ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, લારિસાએ જણાવ્યું કે તે 8 વર્ષ પહેલા ઇટાલો સિલ્વાને મળી હતી. સિલ્વાએ જ તેને તેની લવ લાઈફમાં બીજા કોઈને લાવવાની સલાહ આપી હતી. પછી એવું શું હતું કે અહીંથી તેમના બહુપત્ની સંબંધોની શરૂઆત થઈ.

તેના પહેલા પતિની સલાહને અનુસરીને, લારિસાએ તેના બાળપણના મિત્ર વિક્ટરને પસંદ કર્યો. લારિસાએ કહ્યું કે તે વિક્ટરને બાળપણથી ઓળખતી હતી અને વિક્ટર તેની માતાના ઘરની નજીક રહેતો હતો. જ્યારે લારિસાએ વિક્ટરને આ વિશે પૂછ્યું ત્યારે વિક્ટર શરૂઆતમાં થોડો ખચકાટ અનુભવતો હતો.

પરંતુ જ્યારે ત્રણેય સાથે રહેવાનો કરાર થયો, ત્યારે તેઓ આ સંબંધમાં ખુશીથી રહેવા માટે સંમત થયા. લારિસાએ વધુમાં જણાવ્યું કે બે પતિ હોવાને કારણે તેના માનસિક સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. બંને પતિ ઘરનું કામ એકસાથે કરે છે.

કોઈ વાસણો ધોવે છે અને કોઈ સાફ કરે છે. તેણે કહ્યું કે હવે તેની પાસે ડિપ્રેશનમાં જવાનો સમય નથી. તેના બંને પતિઓ તેને એટલો પ્રેમ કરે છે કે તેમને તેમના પ્રેમમાંથી સમય જ મળતો નથી. બીજા પતિ વિક્ટરે જણાવ્યું કે શરૂઆતમાં તેને આ સંબંધ માટે પરિવારને મનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં તે રાજી થઈ ગયો. બીજી તરફ, સિલ્વાએ કહ્યું કે તે અને વિક્ટર આ સંબંધમાં ખૂબ જ આરામદાયક અનુભવે છે.

જ્યારે ત્રીજી વ્યક્તિ લારિસાની નજીક જવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને દુઃખ થાય છે. તે સમયે ત્રણેય લોકો આ મુદ્દા વિશે વાત કરે છે અને તેનો ઉકેલ લાવે છે. લારિસાનું કહેવું છે કે તે આ સંબંધમાં ક્યારેય બીજી કોઈ મહિલાને મંજૂરી નહીં આપે પરંતુ તેણે આ સંબંધમાં જોડાવા માટે ત્રીજા વ્યક્તિનો વિકલ્પ રાખ્યો છે.

Niraj Patel