બે જોડિયા બહેનોએ એક જ યુવક સાથે ધામધૂમથી કર્યા લગ્ન અને હવે વરરાજા પર લઈએ ગયું એક્શન, ચોંકી ઉઠશો વાંચીને

હાલ આપણા દેશમાં લગ્નનો માહોલ જામ્યો છે, ઠેર ઠેર ઘણા બધા નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડીને પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન લગ્નને લઈને ઘણી બધી ખબરો પણ સોશિયલ મીડિયામાં સામે આવતી હોય છે. હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં બે જોડિયા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે અને આ લગ્ન હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે સાથે જ વરરાજા વિરુદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે.

આ મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના સોલાપુરમાંથી, જ્યાં જોડિયા બહેનોએ એક યુવક સાથે એક લગ્ન સમારંભમાં ધામધૂમથી લગ્ન કરી લીધા, આ બંને બહેનો વ્યવસાયે એન્જીનીયર છે. આ લગ્નનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વરરાજા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પોલીસનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા બાદ આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ અનોખા લગ્ન ગત શુક્રવારના રોજ માલશિરસ તાલુકામાં થયા હતા. જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ મામલામાં ભારતીય દંડ સંહિતા કલમ 494 હેઠળ વરરાજા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે યુવકે 36 વરહસીય જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા છે જે આઇટી ફિલ્ડ સાથે જોડાયેલી છે. આ લગ્ન કન્યા અને વરરાજાના પરિવારની સહમતીથી કરવામાં આવ્યા હતા. કન્યાના પિતાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું. જેના બાદ તે બંને પોતાની માતા સાથે જ રહેતી હતી.

વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ જાણવા માંગે છે કે આ લગ્ન કાયદેસર છે કે નહીં ? યુવક અતુલ મલશિરસ મુંબઈમાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે. પિતાના નિધન બાદ બંને યુવતીઓ તમેની માતા સાથે જ મલશિરસ રહેવા આવી હતી, એકવાર યુવતીઓની માતા બીમાર થઇ ગઈ ત્યારે જ અતુલે તેમની કાર મારફતે તેમની માતાને હોસ્પિટલ લઇ ગયો હતો અને ત્યારથી બંને જોડિયા બહેનો અને અતુલ નજીક આવ્યા અને લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.

Niraj Patel