માત્ર 9 મહિનામાં જ આ મહિલાએ ઘટાડ્યું પોતાનું 35 કિલો વજન, 7 વર્ષની બાળકની છે મા, જાણો તેનો ડાયટ પ્લાન

ચમત્કાર?? તમે પણ જલ્દી વજન ઉતારો આ ટિપ્સ ફોલો કરીને…

આજના સમયમાં મોટા ભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પરેશાન થતા હોય છે, ત્યારે વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો પણ કરે છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોના વજન ઘટાવવાના કિસ્સાઓ જોવા મળે છે. એવો જ એક કિસ્સો અમે તમને આજે જણાવીશું જે તમને પણ પ્રેરણા પુરી પાડશે.

માત્ર 9 મહિનામાં જ પોતાનું 35 કિલો  વજન ઘટાડનારી આ મહિલાનું નામ છે તુલિકા સિંહ. જે એક કાઉન્સિલર છે. તુલિકા ડિપ્રેશન અને વેઇટ લોસ કાઉંસલિંગ કરે છે.

તુલિકાની વેઇટ લોસ જર્ની એટલા માટે પણ ખાસ છે કે તેને આ મુશ્કેલ ટાસ્ક ત્યારે શરૂ કર્યો જયારે તે એક 7 વર્ષના બાળકની માતા પણ હતી. તુલિકા જણાવે છે કે મારા માટે આ એટલું સરળ નહોતું. પરંતુ જ્યાં મારી પ્રબળ ઈચ્છાના કારણે હું આ કરવામાં સફળ રહી.

તુલિકાનું કહેવું છે કે “આજે મારી પાસે હજારોની સંખ્યામાં લોકો વેઇટ લોસ માટે મારી કાઉન્સલીંગ સેવા લે છે. તુલિકાએ પોતાના વેઇટ લોસ માટે એક ખાસ ડાયટ પ્લાન પણ અપનાવ્યો છે જે અમે તમને જણાવીશું, આ ઉપરાંત તુલિકાનો ડેઇલી વર્ક આઉટ પ્લાન શું છે તે પણ તમને જણાવીશું.

તુલિકાનો ડાયટ પ્લાન:
તુલિકામાં જણાવ્યા અનુસાર સવારની શરૂઆત વરિયાળીના પાણીમાં થોડું મધ ઉમેરીને કરવી તેના 20 મિનિટ બાદ પલાળેલી 4 બદામ, નાસ્તામાં ઓટ્સ, દૂધની સાથે સ્વાદ માટે મધ. એક સફરજન અને ગ્રીન ટી. મીડ ટાઈમના સ્નેક્સમાં એક વાટકી કોઈ ફળ જેવું કે પપૈયું, જાબું અથવા શક્કરટેટી.

બપોરના જમવાની અંદર મળતી ગ્રેન્ડ દાળિયા, આખા મગ અને શાકભાજીની સાથે એક ચમચી દેશી ઘી અને એક વાટકી દહીં. લંચના 20 મિનિટ પછી 4 અખરોટ અને ગ્રીન ટી.

સાંજના નાસ્તાની અંદર રોસ્ટડ ચણા અને ગ્રીન ટી અથવા તો નિયમિત ચા.  રાત્રે જમવાની અંદર  સફરજનનું જ્યુસની સાથે ગ્રિલ્ડ શાકભાજી જેવા ગાજર, કોબીજ, ટામેટા અથવા ઓટ્સની સાથે અનાનસની સ્મૂદી અને ફક્ત ગ્રિલ્ડ પનીર 100 ગ્રામ. રાત્રે સુતા પહેલા મધ સાથે લીંબુ પાણી.

ડાયટ પ્લાનની ખાસ વાતો:
સાધારણ મીઠાની જગ્યાએ  સિંધવ મીઠાનો ઉપયોગ કરવો, ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો, રીફાઇન્ડ ઓઈલની જગ્યાએ ઓલિવ ઓઇલ અથવા સરસવનું તેલ, રોજ એક ચમચી દેશી ઘી, 4-6 લીટર પાણી નિયમિત, કોઈપણ પ્રકારની ફ્રિજ આઈટ્મનું સેવન ના કરવું. તાજું જ બનાવેલું ભોજન લેવું, ફ્રિજની જગ્યાએ માટલાનું પાણી પીવું.

તુલિકાનો વર્કઆઉટ પ્લાન:
તુલિકા જણાવે છે કે શરૂઆતમાં તે ડાયટ પ્લાન સાથે 6-7 કિમિ વૉક કરતી હતી. અઠવાડિયામાં ત્રણ દિવસ ડાન્સ કલાસ જતી હતી. આ બધું જ તે પોતાના ખોવાયેલા સ્ટેમિનાને વધારવા માટે કરતી હતી.

ડાયટ પ્લાનની સાથે વૉક અને ડાન્સ કરવા ઉપરાંત દાદરા ચઢવા ઉતરવા પણ ઉમેર્યું. આટલું બધું કરવાની સાથે મારુ વજન 15 કિલો ઓછું થયું અને તેનાથી વધારે ઓછું નહોતું થઇ રહ્યું. ત્યારબાદ વર્કઆઉટ માટે મારે જિમ ચાલુ કરવું પડ્યું.

તુલિકા જણાવે છે કે મારુ હંમેશાથી ફોકસ વેઇટ લોસ ઉપર જ હતું, હું મારુ જિમનું વર્ક આઉટ પણ એ હિસાબથી જ રાખતી હતી. હું ક્રોસફિટ. કાર્ડિયો અને કેટલીક ફ્લોર એક્સરસાઇઝ કરતી હતી. શરૂઆતમાં મેં વજન ઉઠાવવા વાળી કોઈ કસરત કરી નહીં. પરંતુ જ્યારે 10 કિલો વધારે વજન ઘટ્યું ત્યારે મારો સ્ટેમિના વધારવા માટે તેને પણ સામેલ કર્યું.

જિમની અંદર અઠવાડીયાના 6 દિવસ અલગ અલગ પ્રકારની કસરતના પ્લાનને ફોલો કરું છું. બે દિવસ પગ માટે કસરત જેવી કે લેગ એક્સ્ટેંશન, બે દિવસ વેઇટ એક્સરસાઇઝ કરું છું. જે હાથ પગ અને ખભા માટે હોય છે. એક દિવસ કિક, મુક્કેબાજી અને કેટલીક એડવાન્સ કસરત, એક દિવસ હું બેલી એરિયાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરું છું.

તુલિકા જણાવે છે કે કસરત કરવા દરમિયાન મને બે લીંબુની સાથે એક લીટર પાણી પૂરું કરવાનું હોય છે. કસરત કરતા પહેલા હું બ્લેક કોફી લેવાનું પસંદ કરું છું. જે મને કસરત કરવા માટે ઉર્જા આપે છે. કસરત કર્યા બાદ હું હંમેશા ગ્રીન ટી પીવું છું. આગળ તુલિકા જણાવે છે કે હું મારુ વજન સામાન્ય કરી ચુકી છું. હવે હું મારો સ્ટેમિના બનાવી રાખવા અને પોતાને ફિટ રાખવા માટે ડેઇલી વર્કઆઉટ કરું છું. હવે હું મારી જાતને તાકતવર અનુભવું છું.

Niraj Patel