બધા સંકટ થશે દૂર, મંગળવારે કરો આ કામ, બજરંગીબલીની કૃપાથી મળશે અઢળક ખુશીઓ

હનુમાનજીને આ વસ્તુ અર્પણ કરવાથી દૂર થશે આર્થિક સંકટ

દેવતાઓમાં મહાબલી હનુમાનજી એક એવા દેવ માનવામાં આવે છે કે જેનાથી દરેક ભૂત પિશાચ દૂર ભાગે છે. જો તેમની કૃપા કોઇ વ્યક્તિ પર થાય ચો તેને કોઇ પ્રકારની પરેશાની થશે નહીં. જીવનની દરેક સમસ્યા અને વધારીની તકલીફો પણ હનુમાનજીની કૃપાથી દૂર થશે.

આજકાલના સમયમાં લોકો સંકટમોચન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરાવા ઇચ્છે છે. જેના માટે તે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. જો કોઇ વ્યક્તિની ભક્તિથી હનુમાનજી ખુશ થઇ જાય છે ત્યારે વ્યક્તિને દરેક સંકટ દૂર થાય છે, અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલુ જ નહીં પણ આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળશે.

લોકો જાણે છે કે મંગળવારનો દિવસે હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે અને હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી તમારા સંકંટ દૂર થશે અને બજરંગબલીની કૃપાથી તમારું જીવન ખુશખુશાલ બનશે.

મંગળવારે કરો આ કામ
-જો તમે મંગળવારે હનુમાનજીની ઉપાસના કરતા હોય તો હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે. તમે કોઇ પણ હનુમાનજીના મંદિરે જઇને સિંદૂર, ચમેલીનું તેલ, નારિયેળ, આંકળાની માળા, પાન બીડા અને ગોળ-ચણા ચઢાવો.

-જો મંગળવારના દિવસે તમે કોઇ લીમડાના ઝાડ નીચે સાંજના સમયે જળ અર્પણ કરો અને ચમેલીના તેલનો દીવો કરો. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી કરો. -મંગળવારના દિવસે જો તમે તમાકી આંખોમાં સફેદ રંગનો સુરમો લગાવો તો તેમાં મંગળની ખરાબ સ્થિતિ ઠીક થઇ જાય છે. અથવા સફેદ સુરમો ન મળે તો કાળા સુરમાનો ઉપયોગ કરી શકો છો.

-તમે મંગળવારના દિવસે ઘરમાં રોટલી બનાવો ત્યારે પહેલા ગરમ તવા પર પાણી છાંટો. – જો તમે પોતાની મનોકામના પૂર્ણ કરવા ઇચ્છતા હોય તો મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને લાલ વસ્ત્ર, લાલ ફળ, લાલ ચંદન અને લાલ રંગની મીઠાઇ અર્પણ કરો.

– જો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવા ઇચ્છા હોય તો મંગળવારે હનુમાન મંદિરમાં જઇને ધજા ચઢાવો. પાંચ મંગળવાર સુધી આમ કરો. પાંચ મંગળવાર સુધી આમ કરો. તેનાથી આર્થિક સમસ્યા દૂર થશે. તમે ધજા અર્પણ કરતી વખતે આર્થિક સમૃદ્ધિની પ્રાર્થના હનુમાજી પાસે જરુરથી કરો. -હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે પાંચ પ્રકારના લોટ લઇને તેનો દીવો બનાવો, તેને પ્રગટાવીને ઝાડના પાન પર રાખો અને હનુમાન મંદિરમાં જઇને મુકી આવો.

-તમે મંગળવારના દિવસે પોતાની બહેન કે ફોઇને લાલ વસ્ત્રોનું દાન કરો.

ઉપરોક્ત કાર્યો મંગળવારના દિવસે કરવાની જાણકારી આપવામાં આવી છે. જો આ કાર્ય કરતા હોય તો હનુમાનજીની કૃપા દ્રષ્ટિ તમારી પર હંમેશા માટે બની રહેશે અને તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થશે.

YC