જો તમારા શ્વાસમાં પણ દુર્ગંધ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય

ખરાબ શ્વાસની સમસ્યાને જળમૂળથી દૂર કરશે આ દેશી નુસખા

તીવ્ર ગંધ વાળા ખાદ્ય પદાર્થ જેમકે લસણ અથવા ડુંગળી ખાવાથી મોઢામાં ખરાબ વાસ આવવી સામાન્ય બાબત છે. પરંતુ, બ્રશ અને ફ્લોસિંગ કર્યા પછી પણ મોઢાની દુર્ગંધ દૂર થતી નથી, તો તે ધ્યાનમાં લીધા જેવી બાબત છે. મોઢું, દાંત, પેઢા, ગળા અથવા પાચન તંત્રમાં સમસ્યાને કારણે ખરાબ વાસ આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારા મોઢામાંથી આવતી ખરાબ ગંધ તમને શરમજનક પરિસ્થિતિમાં મુકે છે તો ચિંતા કરશો નહીં. અહીં અમે તમને ખરાબ વાસ આવવાના કારણો અને તેની સારવાર જણાવીશું.

મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે? : આપણે જે ખોરાક ખાઈએ છીએ તે મોઢામાં તૂટવા લાગે છે. તે લોહીના પ્રવાહમાં એબ્શઝોર્બ થઈને ફેફસામાં જાય છે, જેનાથી શ્વાસને અસર થાય છે. આ સિવાય કેટલાક ફૂડ જેવા કે ચીઝ, પેસ્ટ્રામી, કેટલાક મસાલા, નારંગીનો રસ અથવા સોડા, આલ્કોહોલ જેવા કેટલાક ખોરાક પણ ખરાબ શ્વાસનું કારણ બની શકે છે.

1. મોઉથ ડ્રાયનેસ શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં, બેક્ટેરિયાને દૂર કરવા અને તાજા શ્વાસને જાળવવા માટે લાળ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે તે કોઈ કારણસર ઉત્પન્ન થતી નથી, ત્યારે મોઢામાં બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ કારણે, ખરાબ શ્વાસ શરૂ થાય છે.

2. પાચન સમસ્યાઓ જેવી કે એસિડ રીફ્લક્સ, નબળી પાચનશક્તિ, આંતરડાની વિકૃતિઓ, કબજિયાત, મોઢામાંથી સલ્ફર વાયુઓ વધવાથી પણ ખરાબ શ્વાસની સમસ્યા થઈ શકે છે.

3. આલ્કોહોલ-સિગારેટમાં ઘણા ઝેરી પદાર્થ અને રસાયણો હોય છે, જે ખરાબ શ્વાસમાં વધારો કરે છે.

4. ખરાબ ઓરલ હાઈઝીનના કારણે મોઢામાં બેક્ટેરિયા અનિયમિત રીતે વધવા લાગે છે. તેના કારણે તેમાતી સડેલા ઇંડાની જેમ દુર્ગંધ આવે છે.

5. કોફી લાળનું ઉત્પાદન ઘટાડે છે, જેનાથી બેક્ટેરિયા મોઢામાં વધવા લાગે છે અને ખરાબ શ્વાસનું કારણ બને છે.

 

ઘરેલૂ ઉપાયો અપનાવીને દુર્ગંધ દૂર કરી શકાય છે

લવિંગ : દિવસમાં ઓછામાં ઓછી 2-3 વખત 1 લવિંગ મોઢામાં રાખીને ચૂસો. આ પછી ધ્યાનમાં રાખો કે કોગળા ન કરવા. થોડા દિવસોમાં જ તમારી સમસ્યા દૂર થઈ જશે. લવિંગનો બીજો ફાયદો એ છે કે તેઓ મોઢામાં ખરાબ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે જે પોલાણનું કારણ બની શકે છે.

લીંબુ પાણી : સૂતા પહેલા ગરમ પાણીમાં અડધુ લીંબુ અને કાળા મરી મિક્સ કરો. 30 સેકન્ડ માટે મોં અને દાંતની આસપાસ ફેરવો અને પછી કોગળા કરો. આવું નિયમિત કરવાથી તમારી સમસ્યા દૂર થશે.

સફરજનનો સરકો : એક ગ્લાસ પાણીમાં થોડો સફરજનનો સરકો નાખો અને તેને મોંની આસપાસ ફેરવો. તે પછી કોગળા કરી નાખો. આ એક કુદરતી માઉથવોશ છે, જે તમારા શ્વાસને તાત્કાલિક તાજગી આપશે.

ફળો અને શાકભાજી ખાઓ : શ્વાસને ફ્રેસ રાખવા માટે સફરજન, અજમા, ગાજર ખાઓ. આ ફળો અને શાકભાજી કુદરતી ટૂથબ્રશ તરીકે કામ કરે છે અને દાંત પર ફસાયેલા બેક્ટેરિયાને દૂર કરે છે. આ ઉપરાંત, તેઓ લાળના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, જે ખરાબ શ્વાસ સામે લડવામાં પણ મદદ કરે છે.

ટી ટ્રી ઓયલ : ટી ટ્રી તેલ બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવાણુઓ સામે લડવામાં મદદ કરે છે જે મોઢામાં દુર્ગંધ પેદા કરે છે. ટૂથપેસ્ટમાં અથવા માત્ર તેલ સાથે તેના થોડા ટીપાં મિક્સ કરીને દાંત સાફ કરો. આનાથી ટૂંક સમયમાં જ તમને તફાવત જોવા મળશે.

વરિયાળી ખાઓ : ભોજન બાદ શેકેલી વરિયાળી અથવા જીરું ચાવવાથી પાચન સમસ્યાઓ નહીં થાય અને દુર્ગંધથી પણ છુટકારો મળશે.

ગાજર પાલકનો રસ : ગાજર પાલક અને કાકડીનો રસ દિવસમાં એકવાર પીવો. તમારી સમસ્યા દૂર થાય ત્યાં સુધી આ કરો.

આ બાબતોને ધ્યાનમાં રાખો.

  • પુષ્કળ પાણી પીવો, જેથી મોઢામાં ભેજ રહે. આ લાળના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે.
  • દિવસમાં ઓછામાં ઓછા બે વાર બ્રશ કરવાની આદત પાડે. મોઢાની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખો.

  •  દરેક ભોજન પછી બ્રશ કરો અને દિવસમાં બે વાર ફ્લોસ કરો.
  • દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલો.
  • બેક્ટેરિયાને દૂર કરવા માટે સમય સમય પર જીભને બ્રશ કરો.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

YC