આને કહેવાય હેવી ડ્રાઈવર ! જુઓ ખુબ જ લાંબી ટ્રકને એવા ટૂંકા વળાંક ઉપર કેવી દિલ ધડક રીતે વાળી, વીડિયો જોઈને તમે પણ જોતા જ રહી જશો

ઇન્ટરનેટ ઉપર ડ્રાઈવિંગને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા લોકો વાહનો એવી રીતે હંકારતા હોય છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા લોકો સાંકળા રસ્તામાં પણ કુશળતાથી વાહન બહાર કાઢી લેતા હોય છે, ત્યારે આપણે તેને ખુબ જ હેવી ડ્રાઈવર છે એવું કહેતા હોઈએ છીએ. હાલ એવા જ એક હેવી ડ્રાઈવરનો વીડિયો ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક ખુબ જ લાંબી ટ્રક જોવા મળી રહી છે. તેના ઉપર એક લાંબુ પવન ચક્કીનું પાંખિયું રાખવામાં આવ્યું છે. ત્યારે જ ટ્રકને વળવાનું થાય છે અને આગળ એક વળાંક જોવા મળે છે. જે ખુબ જ સાંકળો છે. વીડિયોમાં જોઈને પ્રથમ તો એવું લાગશે કે આ ટ્રક આ વળાંક ઉપરથી વળવામાં અસફળ રહેશે. પરંતુ પછી જે થાય છે બધાની આંખોને ચોંકાવનારું છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે ટ્રકનો ડ્રાઈવર ખુબ જ ચાલાકીથી વળાંક લે છે. ટ્રકનો ડ્રાઈવર પ્રથમ ટ્રકના આગળના ભાગને ખુબ જ કુશળતાથી વાળે છે, ટ્રકના પાછળના ટાયર પણ ફરતા રહે છે અને પછી ખુબ જ ચાલાકીથી તે ટ્રકને પાછળથી વાળી અને રસ્તા ઉપર આગળ ધપાવે છે. જે જોવામાં ખુબ જ રોમાંચક લાગે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર ઉપર figensezgin નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોને અત્યાર સુધી 1.2 મિલિયન કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ હજારો લોકોએ લાઈક પણ કરી છે. ઘણા લોકો પ્રતિભાવ આપતા આ ડ્રાઈવરની કુશળતાના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel