આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિના લોકોને ચમકશે કિસ્મત

જાણો આ વર્ષે ક્યારે છે ગુરુ પૂર્ણિમા, ક્યા લોકોના ઘરમાં થશે ધનના ઢગલા

Guru Purnima 2022: હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે પૃથ્વી પર ગુરુ ભગવાન સમાન છે. અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમાનું તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ આવી રહી છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર ત્રિગ્રહી યોગ સૂર્ય,બુધ અને શુક્ર ગ્રહ, ત્રણેય ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન થવાના છે. મિથુન રાશિમાં બનનાર આ ત્રિગ્રહી યોગને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ યોગનો લાભ ત્રણ રાશિના જાતકોને થશે. તો આવો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિ.

1.મિથુન રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગથી આ રાશિના જાતકને ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન શુભ સમાચાર મળવાની સંભાવના છે. આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન મળશે અને ઈન્ક્રીમેન્ટ પણ. ગુરુ પૂર્ણિમા પર આ યોગથી આ રાશિના જાતકોની આવકમાં મોટો વધારો થશે. આ સાથે વધારાના ખર્ચા પણ ઓછા થશે.

2.વૃષભ રાશિ: આ શુભ સંયોગથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી ફસાયેલા પૈસા પરત મળશે. આ ઉપરાંત રોકાણ કરવા માટે પણ આ સમયગાળો ઉત્તમ છે. આ સમયે વૃષભ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે. ધનમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત કુવારા લોકો માટે લગ્નનો યોગ બની રહ્યો છે. વર્ષો પહેલા કરેલા રોકાણ પર પણ સારુ વળતર મળશે. પુત્ર અને પત્નીનો સાથ સહકાર મળશે. પરિવાર અને સમાજમાં માન સન્માન વધશે.

3.ધન રાશિ: આ વર્ષની ગુરુ પૂર્ણિમા ધન રાશિના જાતકો માટે ખાસ રહેવાની છે. નોકરી શોધતા જાતકોને સારા સમાચાર મળશે. તો બીજી તરફ સરકારી નોકરીનો યોગ પણ બની રહ્યો છે. શરીર સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. વેપાર ધંધામાં તમે નવા શિખરો સર કરી શકશો. નવું ઘર કે કાર લેવાનો યોગ બનશે. જુની બિમારી દૂર થશે. ઘરમાં પૈસાની તંગી દૂર થશે. રાજકીય રીતે સક્રીય લોકોને ઉચ્ચ પદ મળશે. આ ઉપરાંત તમે પરિવાર સાથે કોઈ મોટી જાત્રામાં જઈ શકો છે. ઘરમાં ધાર્મિક અનુષ્ટાન કરવાનો યોગ બનશે. અજાણ્યા લોકો પાસેથી ધન લાભ થશે. વેપારમાં નવા નવા પોજેક્ટ મળશે.

YC