મોબાઇલનું ટ્રાસપરન્ટ કવર થઇ ગયુ છે ગંદુ તો બસ કરો આ કામ, ફરીથી લાગશે ચમકવા

સુરક્ષાની દ્રષ્ટિએ મોબાઇલ ફોન કવર ઘણા કામની વસ્તુ છે. માર્કેટમાં અનેક રીતના ફોન કવર આવે છે, જે ઘણા ખૂબસુરત હોય છે પરંતુ એવું જોવામાં આવે છે કે લોકો ટ્રાન્સપરન્ટ કવર લેવાનું વધારે પસંદ કરે છે. ટ્રાન્સપરન્ટ કવરમાંથી મોબાઇલ જોવામાં સારો લાગે છે. પરંતુ આ સાથે એક સમસ્યા છે કે કવર ગંદુ જલ્દી થઇ જાય છે. લોકો ફોન ખરીદતી વખતે કવર પણ ખરીદે છે. કવર ફોનને માત્ર સુંદર જ નથી બનાવતું પણ તેની સુરક્ષા પણ કરે છે.

પરંતુ થોડા સમય પછી ફોનના કવરની બ્રાઈટનેસ ગાયબ થઈ જાય છે. ત્યારે ગંદા થયેલા અથવા પીળા થયેલા કવરને કેવી રીતે ચમકાવવું એ આજે અમે તમને જણાવીશું.ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો ફોનનું કવર ટ્રાન્સપરન્ટ રાખવાનું પસંદ કરે છે. શરૂઆતમાં તો તે સારું પણ લાગે છે પરંતુ થોડા સમય પછી કવર પીળું અથવા તો ગંદુ થઈ જાય છે. ધૂળ અથવા તો આપણા હાથનો પરસેવો ફોનના કવર પર ચોંટી જાય છે. જેના કારણે કવરની ચમક ગાયબ થઈ જાય છે.

આજના સમયમાં ભાગ્યે જ કોઈ ફોન વગર ઘરની બહાર નીકળે છે અને આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ફોન રાખીએ છીએ. આવી સ્થિતિમાં ધૂળ, માટી અથવા ગંદકી કવર પર ચોટી જાય છે, જે કવરને બગાડે છે. તો ચાલો જાણી લઇએ ફોન કવર સાફ કરવાની યુક્તિઓ…

મીઠું અને ટૂથપેસ્ટથી ચમકી ઉઠશે કવર : ટ્રાન્સપરન્ટ ફોન કવરની ગંદકી સાફ કરવા માટે મીઠું અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. આ માટે પહેલા કવર પર ટૂથપેસ્ટ લગાવો અને પછી બ્રશની મદદથી થોડીવાર સુધી તેને રગડો. લગભગ 1-2 મિનિટ બાદ કવર પર મીઠું નાખો અને ફરી તેને થોડીવાર સુધી રગડો. તે બાદ કવરને ચોખ્ખા પાણીથી ધોઇ લો. હવે તમે જોશો તો કવર તમને સાફ લાગશે. આવા અનેક ઉપાયો છે, જેનાથી કવર સાફ થઇ જાય છે પરંતુ પીળાપણુ નથી જતુ. પીળા પડેલા કવર માટે આ ઉપાય કારગર સાબિત થાય છે.

કલરફુલ ફોન કવરને આવી રીતે કરો સાફ : જો તમારી પાસે કોઇ કલરફુલ પ્લાસ્ટિક ફોન કવર છે અને તે ગંદુ થઇ ગયુ છે તો તેને સાફ કરવા માટે આ રીત તમને કામ લાગશે. કલરફુલ પ્લાસ્ટિક ફોન કવરને સાફ કરવા માટે સૌથી સારી રીત છે કે તેને થોડા ગરમ પાણીમાં એક લિક્વિડ સોપ મિક્સ કરી લો અને પછી તેમાં ફોન કવરને 15 મિનિટ સુધી ડૂબાડી છોડી દો. તે બાદ બેકિંગ સોડાની મદદથી તેને રગડી સાફ કરી લો.

Shah Jina